
સુમિત વણઝારા
દાહોદમાં આદિવાસી મહાસંમેલન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે ડેલિગેશનની મુલાકાત માટે કોંગ્રેસે સમિતિનું કલેક્ટર ને આવેદન:
દાહોદ તા.૧૯
૨૦ એપ્રિલના રોજ દાહોદના ખરોડ મુકામે મહા આદિવાસી સંમેલનમાં દેશના વડાપ્રધાન આવનાર હોય આ પ્રસંગે આધિવાસી સમાજના પ્રશ્નોને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોદી સાથે ડેલીગેશન મુલાકાત માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૦મી એપ્રિલને બુધવારના રોજ દાહોદના ડોકી મુકામે આવી રહ્યાં છે ત્યારેઆદિવાસી સમાજના પડતર પ્રશ્નોની વાચા આપવા વડાપ્રધાન મોદી ૧૦ મીનીટનો સમય આપે તેવી રજુઆત કરવામાં આવી છે જેમાં ઝાલોદ તાલુકાના ૧૪ ગામોમાંથી પસાર થનાર દિલ્હીથી મુંબઈ હાઈવેમાં ખુબજ ઓછા જત્રી મુજબનો ભાવ આપવામાં આવી રહ્યો છે તે ભાવ આવી રહેલ છે તે ભાવ આદિવાસી ખેડુતોને પોસાય તેમ નથી કેમકે આદિવાસીઓએ આ જમીન ઉપર નિર્ભર છે માટે આદિવાસીઓને જત્રી મુજબ નહીં પણ બજારના ભાવનો ચાર ગણો જમીન, મકાન, કુવા, ઝાડ સહિતનું વણતર આપવામાં આવે તે બાબતે, દાહોદથી રાજસ્થાનના નીબા હેડા સુધીને જાેડતાં ૧૧૩ નેશનલ હાઈવેમાં ઝાલોદ તાલુકાના વરોડ ગામે ચાલુ કરવામાં આવેલ ટોલબુથના કારણે લોકલ એસ.ટી. બસોના ટોલ વસુલવામાં આવતાં મુજબ ટીકીટનો દર વધારવામાં આવે છે ગરીબ આદિવાસીઓને પોસાય તેમ નથી માટે લોકલ એસ.ટી. બસોને ટોલમુક્ત કરવામાં આવે તેમજ દુધ સંજીવની અને સ્કુલ વાહનોને ટોલ ફ્રી કરવામાં આવે તેવી અનેક માંગણી કરવામાં આવી હતી.