Thursday, 25/04/2024
Dark Mode

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી મહાસંમેલનમાં બે લાખ ઉપરાંતની જનમેદનીને સંબોધન કરશે

April 19, 2022
        2150
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી મહાસંમેલનમાં  બે લાખ ઉપરાંતની જનમેદનીને સંબોધન કરશે

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી મહાસંમેલનમાં  બે લાખ ઉપરાંતની જનમેદનીને સંબોધન કરશે

 

PM નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે . ત્રણ દિવસમાં તેઓ ગુજરાતને 25 હજાર કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપવાના છે . અમદાવાદ બાદ બનાસકાંઠા અને દાહોદ જિલ્લાની મુલાકાત લેવાના છે . તેઓ 20 મી એપ્રિલે દાહોદના ખરોડ ખાતે ( સબજેલ પાસે ) આવેલા મેદાનમાં અંદાજે બે લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે . PM મોદી આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોને રૂ . 1767.22 કરોડનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ ધરશે તેમજ રૂ . 611.99 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરીને પ્રારંભ કરાવશે . કાર્યક્રમ બપોરના 3 થી 5 વાગ્યા દરમિયાન યોજાશે.

 

 ઊચવાણ ગામે જંગલ એનિમલ કેર સેન્ટરનું લોકાર્પણ…

 વન્યપ્રાણીઓના માણસો સાથેના ઘર્ષણ અટકાવવા તેમજ તેમના બચાવ – સારવાર માટે રૂ . 45 લાખના ખર્ચે દેવગઢ બારિયાના ઊચવાણ ગામે તૈયાર કરાયેલા એનિમલ કેર સેન્ટરનું PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે . આ સેન્ટર રૂ . 45 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે . રાજ્યમાં દીપડાની વસતિની દૃષ્ટિએ દાહોદ જિલ્લો બીજા નંબર પર આવે છે . દાહોદ જિલ્લામાં દીપડાની વસતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે . ગત વર્ષની ગણતરી મુજબ દીપડાની સંખ્યા 143 થઇ છે . એને કારણે માનવ મૃત્યુ તેમજ માનવ ઇજાના બનાવો પણ ઘણા બન્યા છે . વન્યપ્રાણી દ્વારા માનવ ઘર્ષણ ઘટાડવા હેતુ તેમજ માનવભક્ષી દીપડાઓ દ્વારા થતો રંજાડ અટકાવવા હેતુના નિવાર આત્મક પગલાના ભાગરૂપે ચૌહાણ ખાતે જંગલ એનિમલ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

 

ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ

 

 દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની સેવાઓ ગરીબ દર્દીઓની નિ : શુલ્ક સારવાર પૂરી પાડી રહી છે . તેઓ અહીં રૂ . 250 કરોડના ખર્ચે નિર્મિત 750 પથારી સાથેની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ નવા મેડિકલ કોલેજ સંકુલ સાથે નવા રહેણાક આવાસ પણ રૂ . 200 કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે એનું લોકાર્પણ કરશે . આ ઉપરાંત PM મોદી ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે રૂ . 2.20 કરોડના ઓક્સિજન પ્લાન્ટને પણ જનસેવામાં સંમર્પિત કરશે .

 

દાહોદ સ્માર્ટસિટીના આઇસીસીસી – આઇટી પ્રોજેક્ટનું લોકાર્પણ

 આઇસીસીસી – આઇટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટસિટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે . નગરને સુરક્ષિત તેમજ સુવ્યવસ્થિત કરતા ચોતરફ લાગેલા 360 કેમેરાઓ , સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ , ટેલીમેડિસિન થકી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ઓનલાઇન સેવાઓ , નગરમાં સ્વચ્છતાનું ઓનલાઇન મોનિટરિગ , પ્રદૂષણ સામે લાલબત્તી ધરતા સ્માર્ટ પોલ , પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ , કટોકટીમાં ફસાયેલા નાગરિકો માટે સંકટમોચક બનતું ઇમર્જન્સી કોલબોકસ જેવી સુવિધાઓ આપતા રૂ . 151.04 કરોડના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરશે . આ પ્રોજેક્ટ થકી રાઉન્ડ ધ કલોક દાહોદ નગરમાં અદ્યતન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખી શકાશે . જેથી કોઇપણ કુદરતી આફતો કે આપત્તિના સમયે તરત જ કાર્યવાહી કરી શકાય . આ ઉપરાંત પણ આ પ્રોજેક્ટ થકી ઘણા બધા લાભ નગરજનોને મળતા થશે.

 

મીરાખેડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

 

 PM મોદી દાહોદના મીરાખેડી ખાતે રૂ . 2.90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ જનસેવામાં સંમર્પિત કરશે . અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ સાથેના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લાની આરોગ્ય સેવાઓમાં વધુ સુદૃઢ બનશે . મીરાખેડી ખાતે તૈયાર કરવામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ રૂમ , કમ્પાઉન્ડ વોલ , આરસીસી રોડ તેમજ મોટર સાથેના બોરની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે . આ ઉપરાંત કોવિડ મહામારીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા 33 સેન્ટ્રલ ઓક્સિજન લાઇન પણ નાખવામાં આવી છે , જેથી કરીને દર્દીઓને આરોગ્ય કેન્દ્ર ખાતે જ ઓક્સિજન સહિતની તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહેશે .

 

સુએજ પ્રોજેક્ટ તેમજ સોલિડ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટનું લોકાર્પણ

 

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના સ્માર્ટસિટી પ્રોજેક્ટ સમાવિષ્ટ એકસો શહેરોમાં રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે . સમગ્ર દેશમાં દાહોદ જ એવું છે , જ્યાં નગરપાલિકા હોવા છતાંનો સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે . ત્યારે દાહોદ નગરને પાણીદાર જળ વ્યવસ્થાપન આપતા બે પ્રોજેક્ટ તેમજ નગરના કચરાના યોગ્ય નિકાલ માટેના વેસ્ટમાંથી બેસ્ટ મેળવી આપતા બે પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરશે , જેમાં સ્માર્ટસિટીના રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ થકી ભૂગર્ભ જળસ્તર ઊંચો આવશે તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત 130 કિ.મી.ના નેટવર્ક પાથરીને વરસાદી પાણીને વહી જતું બચાવીને દાહોદના જળાશયોને રિચાર્જ કરાશે . સુએજ ( ભૂર્ગભ ગટર યોજના ) પ્રોજેક્ટ તેમજ સોલિડ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ થકી સ્વચ્છ દાહોદની સંકલ્પના સાકાર થશે .

 

હાફેશ્વર યોજનાનું લોકાર્પણ

 નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના 285 ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે . તદુપરાંત , આ યોજનાથી છોટાઉદેપુરના 58 ગામ અને 1 નગરને શુદ્ધ પાણી મળ્યું છે . રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ – હાફેશ્વર યોજના થકી આદિજાતિ બહુલ વસતિ ધરાવતાં કુલ 343 ગામો તેમજ બે નગરની 12.48 લાખની વસતિની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે . PM મોદી તેઓ દાહોદનાં ખરોડ ખાતેથી આ યોજનાનું લોકાર્પણ કરશે . હાફેશ્વર યોજના અંતર્ગત બલ્ક પાઇપલાઇન તેમ જ એ આધારિત 12 જૂથ પાણીપુરવઠા યોજનાની જુદી જુદી 12 પાણીપુરવઠા યોજનાઓને 11 પેકેજોમાં વિભાજિત કરી રૂ . 839.87 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે .

 

બાવકા સબસ્ટેશનનું લોકાર્પણ

 

 વીજળીએ પાયાની નાગરિક સુવિધાઓમાંની એક છે . ત્યારે નાગરિકોને પૂરતા દબાણ સાથે ગુણવત્તાસભર વીજળી મળી રહે એ પણ ખૂબ જરૂરી છે . દાહોદમાં નરેન્દ્રભાઇ મોદી ખરોડ ખાતેથી બાવકા સબસ્ટેશનનું લોકાર્પણ કરશે . આ સબસ્ટેશનથી આસપાસનાં 6 ગામોના 4851 નાગરિકોને ખેતીવાડી , રહેઠાણ તેમજ ઔદ્યોગિક જરૂરિયાત માટેની વીજળી સંતોષકારક રીતે મળી રહેશે . 66 કેવી બાવકા સબસ્ટેશન રૂ . 4.48 કરોડને ખર્ચે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી . દ્વારા તૈયાર કરાયું છે . તેની કુલ ક્ષમતા 30 એમવીએ છે . જ્યા ૩ નવા ફીડરો નગ્રાળા , મુવાલીયા તેમજ ચાંદાવાડા ખાતે સ્થાપિત કરાશે .

 

રૂ . 611.79 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાશે આ ઉપરાંત તેઓ દાહોદ જિલ્લામાં રૂ . 611.79 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે

 

સ્માર્ટસિટી દાહોદમાં રૂ . 174.55 કરોડના સાત નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે . આ ઉપરાંત રૂ . 437.24 કરોડનાં વિકાસકાર્યોનો પણ જિલ્લામાં પ્રારંભ કરાવશે , જેમાં જળસંચયનાં કામો , વિવિધ જૂથ પાણીપુરવઠા યોજનાઓ , સબસ્ટેશન , ઓક્સિજન પ્લાન્ટ સહિતનાં કાર્યોનો સમાવેશ થાય છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!