કલ્પેશ શાહ :- સિંગવડ
પિપલોદ રેલવે ફાટકને અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની વાહનચાલકોની માંગ..
સીંગવડ તા.19
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પિપલોદ રેલવે ફાટક પર થઈને સીંગવડ તરફ આવતાં આ ફાટકની અંડરબ્રિજ કે ઓવર બ્રિજ બનાવવામાં આવે તો વાહન ચાલકોને કલાકો સુધી ઉભા રહેવાનો વારો નહીં આવે જ્યારે રેલવે ફાટક બંધ રહેતા ત્યાં ફાટક ઉપર મોટરસાયકલ અને મોટા વાહનો નો ઢગલો થઈ જતો હોય છે. જ્યારે આ ફાટક બંધ રહેતા ત્યાં મોટરસાયકલ 100 થી 150 અને નાના મોટા વાહનો ૨૫ થી ૫૦ જેટલા ભેગા થઈ જતા હોય અને આ રેલવે ફાટક પરથી બે થી ત્રણ રેલવ ગાડીઓ પાસ કરવામાં આવતા વાહનો ઢગલો થઈ જતો હોય છે જ્યારે રેલવે ફાટક ખુલતાની સાથે ઉતાવળમાં વાહનચાલકો નીકળવા જતા એકસીડેંટ થવાનો ભય રહેતો હોય છે જો આ રેલવે ફાટકને અંડરબ્રિજ કે ઓર બીજ બનાવવામાં આવે તો આ એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે અને વાહન ચાલકોને પણ વધારે વખત ઊભા રહીને તેમના પણ ટાઈમ નો બગાડ ન થઈ શકે તેમ છે જ્યારે કોઈપણ રસ્તામાં એકસીડન્ટ થતા હોય તો 108 કે એમ્બ્યુલન્સ જેવી સુવિધા રેલ ફાટક લીધે ફાટક પર અટવાવવાનો વારો આવતો હોય છે જ્યારે કોઈ પણ સીરીયસ કેસ લઈને જવું હોય તો આ ફાટક બંધ રહેતાં અનહોની સર્જાય તેવું પણ છે જો આ રેલ્વે ખાતાના અધિકારી દ્વારા આ રેલવેના અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લોકોને ઊભા રહેવું નહીં પડે ને ફટાફટ તેમનું કામ થાય તેમ છે જ્યારે રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને તકલીફ વેઠવી પડતી હોય છે તા રેલવે ફાટક ની જોડે રેલવે સ્ટેશન આવેલ હોવાથી ગમે ત્યારે રેલવે ફાટક પર રેલવે ઊભી રહી જતા આવતા જતા વાહન ચાલકોને આ તકલીફનો સામનો કરવો પડતો હોય છે અને તેમનો ટાઈમ વેડફાતો હોય છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા બધી જ રેલવેની ફાટકો બંધ કરવામાં આવતી હોય છે તો આ પિપલોદ ની ફાટકને પણ બંધ કરીને અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે જેના માટે લાગતા વળગતા અધિકારી તથા નેતાઓ દ્વારા આ રેલવે ફાટક માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવે તો વાહન ચાલકોની તકલીફ દૂર થાય તેમ છે