Monday, 26/09/2022
Dark Mode

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૫૦૦ પરિવારોને રૂ. ૪૨ કરોડની સહાયથી પોતાનું ઘરનું ઘર મળશે

April 19, 2022
        440
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૫૦૦ પરિવારોને રૂ. ૪૨ કરોડની સહાયથી પોતાનું ઘરનું ઘર મળશે

સુમિત વણઝારા

 

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૫૦૦ પરિવારોને રૂ. ૪૨ કરોડની સહાયથી પોતાનું ઘરનું ઘર મળશે

 

મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલા રૂ. ૨૫.૫૧ કરોડના ૧૧૦૯ વિકાસકાર્યોનું પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે

જિલ્લામાં રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે ૨૦ નવા નંદઘરો તૈયાર કરાયા

૨૦૦ ગ્રામ્ય રસ્તાઓ રૂ. ૯.૯૪ કરોડના ખર્ચે તૈયાર કરાયા છે

 

જળસંચયના રૂ. ૭.૩૧ કરોડના ખર્ચે ૩૦૦ કામો કરાયા

 

પ્રધાનમંત્રીશ્રી જિલ્લામાં રૂ. ૫૬.૮૬ કરોડના ખર્ચે ૨૨૭૩ વિકાસકાર્યોનો પ્રારંભ કરાશે

 

દૂધમતી રીવર પ્રોજેક્ટ હેઠળ રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે ૧૨ વિકાસકામોનો આરંભ કરાશે : ૧,૩૭,૨૪૩ ઘન મીટર જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે

 

જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કરાયેલા વિકાસકામો થકી ૪.૪૭ લાખથી વધુ દિવસોની માનવ રોજગારી પ્રાપ્ત થઇ હતી

 

વિકાસકાર્યોના પ્રારંભ થકી જિલ્લામાં ૯.૩૬ લાખથી વધુ માનવ દિવસોની રોજગારી ઊભી થશે

 

 

 

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે ખરોડ ખાતેથી વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ તેમજ લોકાર્પણ કરશે. જિલ્લામાં ૧૨૫૯.૬૪ કરોડના વિવિધ વિકાસ કાર્યો પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૪૨ કરોડની સહાયથી ૩૫૦૦ આવાસો તેમજ મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલા રૂ. ૨૫.૫૧ કરોડના ૧૧૦૯ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે. તદ્દઉપરાંત, મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં રૂ. ૫૬.૮૬ કરોડના ખર્ચે ૨૨૭૩ વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) થકી જિલ્લાના ૩૫૦૦ પરિવારોને પોતાનું ઘરનું ઘર મળશે. આ યોજના થકી લાભાર્થી નાગરિકોને રૂ. ૪૨ કરોડની સહાય મળી છે. છેલ્લા સાત વર્ષની વાત કરીએ તો જિલ્લામાં કુલ ૮૯૩૨૯ પરિવારોને પોતાનું ઘર મળ્યું છે. 

તદ્દઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલા રૂ. ૨૫.૫૧ કરોડના ૧૧૦૯ વિકાસકાર્યોનું પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે. જેમાં રૂ. ૧૪ લાખના ખર્ચે ૧ પંચાયત ઘર, રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૦ આંગણવાડીઓ, રૂ. ૪.૦૪ કરોડના ખર્ચે ૮૧ સામુહિક કુવા, ૨૦૦ ગ્રામ્ય રસ્તાઓ રૂ. ૯.૯૪ કરોડના ખર્ચે તૈયાર કરાયા છે. તેમજ રૂ. ૨.૬૫ કરોડના ખર્ચે ૫૦૦ કેટલ શેડ, રૂ. ૩ લાખના ખર્ચે ૭ મરઘાશેડનું લોકાર્પણ કરાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લામાં જળસંચયના રૂ. ૭.૩૧ કરોડના ખર્ચે ૩૦૦ કામો કરાયા છે, તેને પણ જનસંમર્પિત કરાશે.

  પ્રધાનમંત્રીશ્રી જે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવવાના છે તેની વાત કરીએ તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત નવા ૩૩ પંચાયત ઘર રૂ. ૪.૫૫ કરોડના ખર્ચે, ૩૦૦ સામુહિક કુવા રૂ. ૧૪.૯૭ કરોડના ખર્ચે, ગ્રામ્ય વિસ્તારોમાં ૩૦૦ નવા રસ્તાઓ રૂ. ૧૪.૯૧ કરોડના ખર્ચે, ૧૨૦૦ કેટલશેડ રૂ. ૬.૩૬ કરોડના ખર્ચે, રૂ. ૪૪ લાખના ખર્ચે ૮૯ મરઘાશેડ, રૂ. ૧૫.૬૩ કરોડના ખર્ચે ચેકડેમ, નાળાપ્લગ સહિતના ૩૫૧ જળસંચયના કામોનો પ્રારંભ કરાશે. આમ મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં રૂ. ૫૬.૮૬ કરોડના ખર્ચે ૨૨૭૩ વિકાસકાર્યોનો પ્રારંભ કરાશે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાતએ જણાવ્યું કે, દૂધમતી રીવર પ્રોજેક્ટમાં રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે ૧૨ વિકાસકામોનો આરંભ કરાશે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત નીમનળિયા ગ્રામ પંચાયતમાં દુધીમતી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. ત્યાંથી નદી બારે માસ વહેતી થાય અને તેના આસપાસની જમીનનું જળસ્તર ઊંચું આવે તે હેતુથી ૧૨ કામોનો પ્રારંભ કરાશે. જેમાં ૨ ચેકડેમ, ૫ ગલીપ્લગ, ૧ નાળાપ્લગ, ૧ ગેબીયન સ્ટ્રક્ચર, ૧ સ્ટોનબંડ અને સ્ટોનપીચીંગનું કામ, ૧ તળાવ ઊંડા કરવાનું કામ, ૧ પ્લાન્ટેશન સહ કન્ટુર ટ્રેન્ચનું કામ કરાશે. જેના થકી અંદાજીત ૧,૩૭,૨૪૩ ઘન મીટર જળ સંગ્રહ શક્તિમાં વધારો થવા પામશે. 

જિલ્લામાં મનરેગા અંતર્ગત કરેલા વિકાસ કાર્યો થકી સમાન્ય માણસને મળેલી રોજગારી તેમજ વિકાસકાર્યોના પ્રારંભ થકી જે રોજગારી ઉભી થશે તેની અલગથી વિગતે વાત કરીએ. પંચાયત ઘરના નિર્માણ થકી ૭૨૩ માનવદિનની રોજગારી અપાઇ હતી. નવી ૨૦ આંગણવાડી દ્વારા ૬ હજાર દિવસની રોજગારી પ્રાપ્ત થઇ હતી. ૮૧ સામુહિક કુવાઓ તૈયાર કરવા માટે ૧.૨૨ લાખ માનવદિનની રોજગારી મળી હતી. જયારે ૨૦૦ ગ્રામ્ય રસ્તાઓ માટે ૧.૮૦ લાખની માનવદિનની રોજગારી મળી હતી. ૫૦૦ કેટલશેડના બનાવવા ૧૪ હજાર માનવદિન રોજગારી પ્રાપ્ત થઇ હતી. જયારે ૭ મરઘાંશેડ માટે ૬૪૪ દિવસ અને ૩૦૦ જળસંચયના કામો માટે ૧.૨૪ લાખની માનવદિનની રોજગારી પ્રાપ્ત થઇ હતી. જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કરાયેલા કામો થકી ૪.૪૭ લાખથી વધુ દિવસોની માનવ રોજગારી પ્રાપ્ત થઇ હતી. 

જયારે વિકાસકાર્યોના પ્રારંભ થકી મળનારી રોજગારીની વાત કરીએ તો ૩૩ પંચાયત ઘરના નિર્માણ થકી ૨૪ હજાર માનવદિનની રોજગારી મળશે. ૩૦૦ સામુહિક કુવાઓ તૈયાર કરવા માટે ૪.૫૫ લાખ માનવદિનની રોજગારી ઊભી થશે. જયારે ૩૦૦ ગ્રામ્ય રસ્તાઓ માટે ૨.૭૦ લાખની માનવદિનની રોજગારી પ્રાપ્ત થશે. ૧૨૦૦ કેટલશેડના બનાવવા ૩૪ હજાર માનવદિન રોજગારી સામાન્ય માણસને મળશે. જયારે ૮૯ મરઘાંશેડ માટે ૮૨૦૦ દિવસ અને ૩૫૧ જળસંચયના કામો માટે ૧.૪૫ લાખની માનવદિનની રોજગારી પ્રાપ્ત થશે. આ વિકાસકાર્યોના પ્રારંભ થકી જિલ્લામાં ૯.૩૬ લાખથી વધુ માનવ દિવસોની રોજગારી ઊભી થશે. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!