બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરાના ધુધસમાં જમીન સંબંધે અદાવતમાં તકરાર,તોડફોડ કરતાં સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો*
*આરોપીઓએ બોલેરો ગાડીનો કાચ,સિમેન્ટનું પતરું,ફોક્સ લાઈટો તથા બારીના કાચની તોડફોડ કરી ધીંગાણું મચાવ્યું હતું*
સુખસર,તા.8

જર,જોરુ અને જમીન ત્રણેય કજીયાના છોરું ની ઉક્તિને સાર્થક ઠેરવતો હિસ્સો ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે બનવા પામેલ છે.જેમાં ગત ગુરૂવારના રોજ સાત જેટલા આરોપીઓએ જમીન સંબંધી અદાવત રાખી ધીંગાણું મચાવી, તોડફોડ કરી,ધમકીઓ આપતાં ફતેપુરા પોલીસમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના ખુટા ફળિયા ખાતે રહેતા પ્રાર્થભાઈ સવજીભાઈ પારગી ખેતીવાડી તથા કરિયાણાની દુકાન ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓ ગત ગુરૂવારના રોજ રાત્રિના સાડા દશ વાગ્યાના અરસામાં જમી પરવારી ઊંઘી ગયેલ હતા.તેવા સમયે પાડોશી મહેશભાઈ ભીખાભાઈ પારગી, લલ્લાભાઈ વરસીંગભાઇ પારગી તથા વિપુલભાઈ લલ્લાભાઇ પારગીનાઓ નાઓ જાહેરમાં માં-બેન સમાણી બિભીત્સ ગાળો બોલતા સવજીભાઈના ઘર ઉપર પથ્થર મારો કરવા લાગેલા.ત્યારબાદ મકાન ઉપર પથ્થર મારો કરતા નળિયાની તોડફોડ કરેલ હતી.ત્યારબાદ શૈલેષભાઈ ભુરાભાઈ પારગીનાઓની બોલેરો ગાડીના આગળના કાચ ઉપર પથ્થર વાગતા તિરાડ પાડી નુકસાન પહોંચાડી ગયેલ.જ્યારે રમસુભાઈ વરસીંગભાઇ પારગી તથા રામાભાઇ વરસીંગભાઇ પારગી નાઓ દુકાન આગળ આવી આ દુકાને જ બંધ કરાવી દેવાની છે તેમ કહી ધીંગાણું મચાવ્યું હતું.તેમજ દુકાનની બાજુમાં મુકેલ સિમેન્ટના પતરા તોડી ઝાડ ઉપર લગાવેલા બે ફોક્સ લાઈટો પણ તોડી નાખી,મીઠાની ગુણો વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું હતું.જ્યારે લવાભાઈ વરસીંગભાઇ પારગી તથા ગેંદાલભાઈ મજુભાઈ પારગીએ સોમલીબેનના ઘરની બારીનો કાચ તોડી આશરે રૂપિયા 30,000 નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરવા બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે ધુધસ ગામના ખૂંટા ફળિયામાં રહેતા પ્રાર્થભાઈ સવજીભાઈ પારગીનાઓ એ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મહેશ ભીખા,લલ્લા વરસિંગ, વિપુલ લલ્લા,રમસુ વરસિગ,રામા વરસીંગ,લવા વરસીંગ તથા ગેંદાલ મજુભાઈ તમામ પારગી,રહે.ધુધસ, ખૂટા ફળિયા નાઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
