
ગરબાડા:- રાહુલ ગારી
કપડાં ધોઈને પરત ફરી રહેલી 25 વર્ષીય મહિલા લૂંટાઈ: મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા લૂંટારૂઓ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર
લૂંટનો ભોગ બનનાર મહિલાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે બોલો દાખલ કરવાની તજવીજ હાથ ધરી…
ગરબાડા તા.18
ગરબાડા તાલુકાના ભિલોઈ ગામે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા લૂંટારૂઓએ કોતરમાંથી કપડાં ધોઈને પરત ફરી રહેલી મહિલાને આંતરી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયાનું જાણવા મળેલ છે.
કો
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ભિલોઈ ગામની ૨૫ વર્ષીય ભાનુબેન દીપકભાઈ રાઠોડ ગતરોજ ગામ નજીક કોતરમાંથી કપડાં ધોઈને પરત ફરી રહી હતી તે સમયે લૂંટના ઇરાદે આવેલા બે બાઇક સવાર લૂંટારૂઓએ ભાનુબેન ને પાડી દઈ ભાનુબેન ના ગળા માં પહેરેલા સોનાનો દોરો, તેમજ કાનની બુટ્ટી ઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે લૂંટનો ભોગ બનનાર ભિલોઈ ગામની ભાનુબેન દીપકભાઈ રાઠોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે અજાણ્યા લૂંટારૂઓએ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.