Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં એક 15 વર્ષીય કિશોર સહીત ત્રણ વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા…

March 19, 2022
        402
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં એક 15 વર્ષીય કિશોર સહીત ત્રણ વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા…

  રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં એક 15 વર્ષીય કિશોર સહીત ત્રણ વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા…

દાહોદ તા.19

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં એક પંદર વર્ષીય કિશોર સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

 માર્ગ અકસ્માત નો પહેલો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક વડબારા ગામે અમદાવાદ નેશનલ હાઈવે પર બનવા પામ્યો છે. જેમાં વડબારા ગામના સૈનિક ફળિયાના રહેવાસી જાલુભાઈ ભુરાભાઈ મીનામાં નો ૧૫ વર્ષીય પુત્ર વિક્રમ પગપાળા જઇ રહ્યો હતો તે સમયે પૂરઝડપે આવતા Gj-20-AE-5346 નંબરના બાઇક ચાલકે વિક્રમભાઈને અડફેટે લેતા તેઓને જીવલેણ ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

 આ બનાવ સંદર્ભે મરણ જનાર વિક્રમભાઈ મિનામાંના પિતા જાલુભાઈ મિનામાંએ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 માર્ગ અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના નાન સલાઇ ગામે હાઇવે પર બનવા પામ્યો છે. જેમાં તામિલનાડુ રાજ્યના નવક્કમ જિલ્લાના પરથીવેલ્લુંર ગામના રહેવાસી વેલુસ્વામી રંગાસ્વામી નામક ચાલકે પિતાના કબ્જાનું TN-28-AE-5689 નબરના લેલંડ ટ્રક પૂરઝડપે હંકારી લાવી ત્યાંથી પસાર થતા બજાજ પ્લેટીના ચાલક મુકેશભાઈ મછાર ને અડફેટે લેતા તેઓ ને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેઓને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

 ઉપરોકત બનાવ સંદર્ભે ઝાલોદ તાલુકાના સીતાવટલી નિશાળ ફળિયાના રહેવાસી કમલેશભાઈ વીરકાભાઇ મછારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના સબરાળા ગામે બન્યું છે જ્યાં ડબલારા ગામના બાબુભાઈ નાનજીભાઈ કલારા પગપાળા જઈ રહ્યા હતા તે સમયે પાછળથી નંબર વગરના છકડો લઈને આવી રહેલા તેમના ગામના પોપટભાઈ કનુભાઈ ભુરીયાએ બાબુભાઈને અડફેટે લેતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા મરણ જનાર બાબુભાઈ કલા ના પુત્ર મુલચંદ ભાઈ બાબુભાઈ કલારાએ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ રૂરલ પોલીસે સામેવાળા વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!