
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે ગેસ્ટ હાઉસમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યો
ગરબાડા તા.19
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામ ખાતે ગેસ્ટ હાઉસ ના કમ્પાઉન્ડમાં આવેલ દરવાજા ના આગળ ના ભાગે અજગર જોવા મળ્યો તેવી માહિતી ઓલ એનિમલ સ્નેક રેસ્ક્યુ ટિમ ગરબાડા ને મળી હતી જેમાં માહિતી મળતાની સાથે ઓલ એનિમલ મેમ્બર રાજુ ભાઇ ડામોર અને તેની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વન
વિભાગના કર્મચારીઓની સાથે સંયુક્ત ટીમ બનાવીને અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહા મહેનતે અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં રેસ્ક્યુ કર્યા બાદ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમના મેમ્બર રાજુભાઇ ડામોર ની આપેલી માહિતી મુજબ રેસ્ક્યુ કરેલ અજગર ની વજન ૭ કિલ્લો તથા લબાઈ ૬ થી ૭ ફૂટ હતી જેમા ઓલ એનિમલ સ્નેક રેસ્ક્યુ ટીમના મેમ્બર સહિત વનવિભાગ ના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યો હતો