Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી સવા લાખ ઉપરાંત વિદેશી દારૂના જથ્થા સાથે એક બાળકી સહિત બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા: અન્ય છ ઇસમો ફરાર 

March 5, 2022
        2136
દાહોદ પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી સવા લાખ ઉપરાંત વિદેશી દારૂના જથ્થા સાથે એક બાળકી સહિત બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા: અન્ય છ ઇસમો ફરાર 

દાહોદ પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી સવા લાખ ઉપરાંત વિદેશી દારૂના જથ્થા સાથે એક બાળકી સહિત બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા: અન્ય છ ઇસમો ફરાર 

દાહોદ તા.05

દાહોદ જિલ્લામાં પોલીસે ત્રણ જુદા જુદા પ્રોહીના બનાવમાં 1,24,200 ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સાથે બે વ્યક્તિઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.જયારે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ અન્ય ૦૬ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કર્યા છે

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ગમલા ગામે ઇન્દોર હાઇવે પર બનવા પામ્યો છે.જેમાં અર્જુન સુરમલ પણદા (રહેવાસી જાલત નાકા ફળિયું, કતવારા),મધ્યપ્રદેશના ઠેકા વાળા અલ્કેશ છતરસીંગ બાકલીયાના ત્યાંથી વિવેક નામના વ્યક્તિ મારફતે સ્કોર્પિ્યોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજુ ઉર્ફે કાચલા બાવણીયા સાંસી રહેવાસી રળીયાતી તેમજ મનોજ સાંસી રહેવાસી ગારખાયા નાઓની મદદથી ગ્રાહકોને દારૂ પહોંચાડી મદદગારી કરી વિદેશી દારૂની હેરફર કરી કટિંગ કરતા હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસના પીઆઈ બી.ડી.શાહ ને મળતા તેઓએ પોતાની ટીમને સાથે રાખી દરોડો પાડતા દરોડા દરમિયાન ઉપરોક્ત ઈસમો પોલીસના દરોડા જોઈ વાહનો લઈને ભાગી છૂટ્યા હતા.ત્યારબાદ પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી 93,000 રૂપિયાની 837 બોટલો મળી આવતા પોલીસે દારૂ નો જથ્થો જપ્ત કરી દારૂની હેરફેરમાં સામેલ ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

જયારે પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના ખરોડ ગામે બનવા પામ્યો છે જેમાં ચોસાલા રવાળી ફળીયાનો 17 વર્ષીય બાળ કિશોર પોતાના પિતાની GJ-20-AL-2292 નંબરની અપાચી બાઈક પર કંથાનના લગડામાં દારૂ ભરીને આવતા ખરોડ કાંકરી ડુંગરી ફળીયા પાસે પોલીસે તેને રોકી તલાશી લેતા કંથાનના લાગડામાંથી દારૂ બિયરની 28,800 ની કિંમતની 288 બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા તેમજ 25 હજાર ની મોટર સાઇક્લ મળી કુલ રૂપિયા 53,800 ના મુદ્દામાલ સાથે બાળ કિશોરને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે

પ્રોહીનો ત્રીજો બનાવ ઝાલોદ તાલુકાના પાવડી ગામે બનવા પામ્યો છે જેમાં પાવડી ઈનામી મુવાડી ફળિયાના પ્રતાપ કડકિયા ભાઈ સંગાડા પોતાના કબ્જાની GJ-05-EL-8272 નંબરની બાઈક પર દારૂ લઈને આવતો હોવાથી પોલીસે તેને રોકી પોલીસે તેની પાસેથી 2400 રૂપિયાની કિંમતના 24 નંગ બિયરના ટીન મળી આવતા પોલીસે બિયારના જથ્થા સાથે તેમજ 25 હજારની મોટર સાઇક્લ મળી 27,400 ના મુદ્દામાલ સાથે પ્રતાપ કડકિયા સંગાડાની અટકાયત કરી જેલ ભેગો કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!