સિંગવડ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ-ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો
દાહોદ તા. ૫
સિંગવડ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ભાભોર અને ઉપપ્રમુખ શ્રીમતી નિરાલીબેન બારીઆ એ આજે વિધિવત રીતે તાલુકા પંચાયત ખાતે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પદગ્રહણ સમારોહમાં ભારતીય જનતા પાર્ટી સિંગવડ તાલુકા પ્રમુખ મહેશભાઈ બારીયા મહામંત્રી ઓ તાલુકાના આગેવાનો, તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યો સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોરે નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી તાલુકાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહેવા
આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોરે પણ પ્રમુખ-ઉપપ્રમુખને અભિનંદન આપી જનસેવાના કાર્યોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.
નવા પ્રમુખ નિર્મળાબેન ભાભોરે પોતાના સંબોધનમાં તાલુકાના છેવાડાના ગામો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા અને પારદર્શી વહીવટની ખાતરી આપી હતી. જ્યારે ઉપપ્રમુખ નિરાલી બેન બારીયા દ્વારા પણ સિંગવડ તાલુકાના તમામ લોકોના કામો ફટાફટ થાય અને અધિકારીઓ પણ ફટાફટ કામ કરે તેના માટે કામ કરવાની બાહેદરી આપી હતી જ્યારે તમામ આગેવાનો તથા કાર્યકરો દ્વારા નવનિર્મિત તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવ્યા હતા
