Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ ખાતે વૈષ્ણવો દ્વારા હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો

March 6, 2022
        468
દાહોદ ખાતે વૈષ્ણવો દ્વારા હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો

દાહોદ ખાતે વૈષ્ણવો દ્વારા હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો

દાહોદ તા.06

દાહોદની શ્રી ગોવર્ધન નાથજી “હવેલી ગ્રુપ” દ્વારા દેસાઈવાડ સ્થિત વણિક વાડીમાં તા.૫.૩.’૨૨ ની રાતના હોળીના રસિયા ગીતોનો ખૂબ સફળ કાર્યક્રમ યોજાયો હતો.

વૈષ્ણવ હવેલીઓમાં વસંત પંચમીથી ૪૧ દિવસ સુધી વસંત ધમારના ખેલો દ્વારા ભક્તિભાવ પ્રકટ કરી વ્રજભક્તો, પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે. “આજ બિરજમેં હોરી રે રસિયા, હોરી રે રસીયા, બરજોરી

 

 

રે રસિયા” જેવા અનેક જાણીતા રસિયાગીતો વૈષ્ણવોના રસિયાગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં રેલાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો ડોલી ઉઠ્યાં હતા. અને સહુએ ફૂલવૃષ્ટિથી લઈ આ ટાણે પ્રસાદીમાં અપાતા મકાઈ ધાણીના ટેસ્ટફુલ ફગવાના સથવારે મોડી રાત લગી આનો આનંદ ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!