Thursday, 31/10/2024
Dark Mode

દિવા તળે અંધારૂ…વિશાળકાય માછળનાળા ડેમ નજીક હોવા છતાંય ગરાડું ગામ પીવાના પાણી માટે તરસ્યું, પાણીની સુવિધાના અભાવે ગંદુ અને ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબુર….

May 17, 2021
        1642
દિવા તળે અંધારૂ…વિશાળકાય માછળનાળા ડેમ નજીક હોવા છતાંય ગરાડું ગામ પીવાના પાણી માટે તરસ્યું, પાણીની સુવિધાના અભાવે ગંદુ અને ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબુર….

 દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

 કડાણા જળાશય આધારિત પાણીની પાઇપ લાઈન છતાંય પીવાના પાણી માટે વલખા મારતા ગરાડુંના ગ્રામજનો

 ધોમધખતા તાપમાં એક એક કિલોમીટર દૂર પીવાના પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓ તેમજ બાળકો

 ઝાલોદના ગરાડુ ગામમાં એક હેંડપંપ તેમજ એક જ કુવા પર પાણી ભરવા માટે લાંબી લાંબી લાઈનો લગાવતા ગ્રામજનો 

ગામના મોટાભાગના હેડ પંપ બંધ હાલતમાં: કૂવામાં પાણીના તળ ઉંડા જતા ગંદુ તેમજ ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર 

ઝાલોદમાં માછણ નાળા ડેમ હોવા છતાં ગરાડુ ગામ પાણી માટે તરસ્યુ 

પીવાના પાણી માટે ટાંકી તેમજ ગામમાં બંધ પડેલા બોર પુનઃ શરૂ કરાવવા ગ્રામજનોની માંગ 

દાહોદ તા.17

દિવા તળે અંધારૂ...વિશાળકાય માછળનાળા ડેમ નજીક હોવા છતાંય ગરાડું ગામ પીવાના પાણી માટે તરસ્યું, પાણીની સુવિધાના અભાવે ગંદુ અને ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબુર....દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો ઉનાળાના આકરા તાપમાં પાણી ભરવા માટે એક એક કિલોમીટર સુધી રઝળપાટ કરવા માટે મજબૂર બન્યા છે. અને ગામમાં એક હેડ પંપ અને એક કુવો હોવાથી અનેક ફળિયાનાં લોકો પાણી ભરવા આવતા હોય છે ત્યારે હેંડ પંપ અને કુવો પર લોકોની પાણી ભરવા માટે સવારથી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે.ત્યારે હમણાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ સમયે ગ્રામ્ય લેવલે સતત કેસોમાં નોંધપાત્ર વધારો થતો હોવાથી તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં આ રીતે પાણી ભરવા માટે મોટી કતારો લાગતી હોય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડી રહ્યા છે.અને કોરોનાનો સંક્રમણ વધવાની  સંભાવનાઓ વધી રહી છે 

દાહોદ લાઈવનો રિયાલિટી ચેક: નજીકમાં વિશાળકાય માછળનાળા ડેમ હોવા છતાં ગરાડુ ગામ પાણી માટે તરસ્યું 

દિવા તળે અંધારૂ...વિશાળકાય માછળનાળા ડેમ નજીક હોવા છતાંય ગરાડું ગામ પીવાના પાણી માટે તરસ્યું, પાણીની સુવિધાના અભાવે ગંદુ અને ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબુર....ઝાલોદના તાલુકાના ગરાડું ગ્રામવાસીઓ પાણીના સંકટ માટે ઝઝૂમી રહ્યા છે.તેમજ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયાની દાહોદ લાઈવ મિડિયાને રજૂઆત કરતા દાહોદ લાઈવ ન્યૂઝના રિપોર્ટર દ્વારા સ્થળ પર જઈ રિયાલિટી ચેક કરતા ગ્રામવાસીઓ ખરેખર પાણીના સંકટ સામે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ શહેર આસપાસના વિસ્તારોને સિંચાઈ તેમજ પીવાના પાણી પૂરું પાડતો વિશાળકાય માછલનાળા ડેમ હોવા છતાંય ગરાડુ ગામના લોકો મૂંગા પશુઓ તેમજ પીવાના પાણી માટે એક-એક કિલોમીટર દૂર આકરા તાપમાં કતારોમાં ઉભા રહી પાણી માટે ઝઝૂમી રહ્યા છે.

ગામના મોટાભાગના હેડ પંપ બંધ હાલતમાં: કૂવામાં પાણીના તળ ઉંડા જતા ગંદુ તેમજ ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર 

દિવા તળે અંધારૂ...વિશાળકાય માછળનાળા ડેમ નજીક હોવા છતાંય ગરાડું ગામ પીવાના પાણી માટે તરસ્યું, પાણીની સુવિધાના અભાવે ગંદુ અને ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબુર....ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં એક તળાવ હેડપંપો તેમજ કૂવાઓ આવેલા છે.જે પૈકી મોટાભાગના હેડપંપ બગડી જતા બંધ હાલતમાં છે. તેમજ તળાવનો પાણી સુકાઈ જતા કૂવાના તળ ઉંડા જતા રહ્યા છે. જે પડતા પર પાટુ સમાન છે. હાલ ગામમાં એક હેન્ડપંપ અને એક કૂવો હોવાથી કૂવામાં માંડ 2 ફૂટ પણ પાણી ન મળતાં અને કુવામાં પાણી પણ ઉંડુ જતા રહેતા ગ્રામજનો ગંદુ અને ડહોલાયેલું પાણી પીવા મજબુર બન્યા છે.

ગામના મોટાભાગના હેડ પંપ બંધ હાલતમાં: ઉનાળાના આકરા તાપમાં મહિલાઓ તેમજ બાળકો પાણી ભરવા માટે કતારોમાં 

દિવા તળે અંધારૂ...વિશાળકાય માછળનાળા ડેમ નજીક હોવા છતાંય ગરાડું ગામ પીવાના પાણી માટે તરસ્યું, પાણીની સુવિધાના અભાવે ગંદુ અને ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબુર....ગરાડું ગામના લોકો પાણી માટે વહેલી સવારના 5 વાગ્યાથી પાણી ભરવા માટે નીકળી પડે છે. તેમાંય ગામમાં એક જ હેંડપંપ તેમજ કૂવો ચાલુ હોવાથી મહિલાઓ તેમજ બાળકો ઉનાળાના આકરા તાપમાં કતારોમાં ઉભા રહી પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યાં હોય છે.તોય લોકો ને પાણી મળતું નથી.ગામમાં પશુપાલકો માટે તો પાણીએ બેવડો સંકટ સાબિત થઇ રહ્યો છે. માનવ તો દૂર પશુઓ માટે પણ પાણીની કોઈ સુવિધા ન હોવાથી આ વિસ્તારના લોકોની પોતાના સાથે મૂંગા પશુઓ માટે દૂર-દૂર થી પાણી લાવીને પાણી પીવડાવું પડે છે. તેવું સામે આવ્યું હતું આમ ગામમાં તળાવ આવેલું છે.ગામનો તળાવમાં પણ પાણી સુકાઈ જવાથી પોતાના પશુ માટે પાણી લેવા માટે પશુપાલકો માટે પાણીનું બેવડું સંકટ માથે તોળાઈ રહ્યું છે.તેવું ગ્રામજનો દ્વારા જણાવાયું છે.

જળ સંકટના નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શુન્ય:પશુઓ માટે પીવાના પાણી માટે ટાંકી તેમજ ગામમાં બંધ પડેલા બોર પુનઃ શરૂ કરાવી ટેન્કરો દ્વારા પાણી પુરુ પાડવા ગ્રામજનોની માંગ 

દિવા તળે અંધારૂ...વિશાળકાય માછળનાળા ડેમ નજીક હોવા છતાંય ગરાડું ગામ પીવાના પાણી માટે તરસ્યું, પાણીની સુવિધાના અભાવે ગંદુ અને ડહોળાયેલું પાણી પીવા માટે ગ્રામજનો મજબુર....ગરાડું ગામના સ્થાનિક લોકોની રજૂઆતના આધારે ત્રણ વર્ષથી હજી ગામમાં બોર કરવામાં આવ્યા નથી અને લોકો પાસેથી બોરના પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા છે.અને મંજુર થયેલા બોરના પૈસાની માગણી કરે છે.તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.ત્યારે ગરાડુ ગામના સરપંચ‌ અને સરકારી તંત્રને જાણ કરવાં છતાં કોઈ પણ સમસ્યાનો નિકાલ ન આવતા ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો.ત્યારે આ મામલે તાત્કાલિક પીવાના પાણીની સમસ્યા હલ કરવાં આવે અને ઢોરો માટે ટાંકી બનાવી ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવે એવી ગરાડુ ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!