લીમખેડાની આંતરસુબા ગામની પરણિતાને પતિ તેમજ સાસુ દ્વારા દહેજ માટે અત્યાચાર ગુજારતા પરણિતાએ પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લીમખેડાની આંતરસુબા ગામની 33 વર્ષીય પરણિતાને પતિ તેમજ સાસુ દ્વારા દહેજ માટે માનસિક તેમજ ત્રાસ આપતાં પરણિતાએ પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા..

 દાહોદ મહિલા પોલીસે પરિણીતાના પતિ તેમજ સાસુ વિરુદ્ધ ગુનો નોંધ્યો..

દાહોદ તા.11

લીમખેડા તાલુકાના અંતરસુંબા ગામની ૩૩ વર્ષીય પરિણિત મહિલાને તેના પતિ તેમજ સાસુ દ્વારા દહેજ મામલે અવારનવાર મહેણાં ટોણાં મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં પતિ તેમજ સાસુના અસહ્ય ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

 મળતી માહિતી અનુસાર લીમખેડા તાલુકાના આતરસુંબા ગામની ૩૩ વર્ષીય દર્શનાબેનના લગ્ન 30.04.2013 ના રોજ લીમખેડા તાલુકાના આંતરસુબા નિશાળ ફળિયા ના રહેવાસી વિપુલભાઈ વીરસીંગભાઇ ડામોર જોડે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. સાત વર્ષના લગ્નજીવન બાદ દર્શના બેનના પતિ વિપુલભાઈએ પોતાનું પોત પ્રકાશતા મારે તને રાખવી નથી તેમ કહી મા બેન સમાણી ગાળો બોલી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા તેમજ દર્શનાબેનના સાસુ ચંપાબેન વરસીંગભાઇ ડામોર દ્વારા પણ અવારનવાર મહેણાં ટોણાં મારી તું અમારા ઘરેથી નીકળી જા તેમ કહી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા પતિ તેમજ સાસુના અસહ્ય ત્રાસથી વાજ આવેલી દર્શનાબેન ડામોરે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ મહિલા પોલીસે પતિ તેમજ સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article