*દાહોદ જિલ્લાના સુખસરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં પ્રજા સહિત વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતાં રોષ*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*દાહોદ જિલ્લાના સુખસરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં પ્રજા સહિત વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતાં રોષ*

*સુખસર નવો તાલુકો બન્યો હોવાથી આસપાસના લોકોમાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જોવા ભારે ઉત્સાહ હતો*

*જગ્યાના અભાવે જાહેર કાર્યક્રમમાં અનેક શાળાના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને પ્રવેશ નહી મળતાં નારાજગી*

સુખસર,તા.16

 

 15 ઓગસ્ટના રોજ દાહોદ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ સુખસર વરુણા આશ્રમ ખાતે યોજાયો હતો.સુખસર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી રાખવામાં આવી હતી.જિલ્લા કક્ષાનો આટલો મોટો કાર્યક્રમ પોતાના વિસ્તારમાં યોજાતા સુખસર સહિત આસપાસના ગામોના લોકોમાં પણ કાર્યક્રમને નિહાળવા માટે ભારે ઉત્સાહ જાગ્યો હતો.

        કાર્યક્રમ સ્થળે સુખસરની કૃષિ શાળા,કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ ગામના કેટલાક સ્થાનિકોને વરુણા આશ્રમ શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર પ્રવેશ આપવામાં નહીં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી હતી.

       સ્થાનિકોનું કહેવું છે કે,જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુખસર ખાતે યોજાયો હોવાથી સુખસર તથા આસપાસના વિસ્તારના લોકોને કાર્યક્રમ નિહાળવાની ભારે ઇચ્છા હતી.પરંતુ પ્રવેશ ન મળતા અનેક લોકો નિરાશ થઈ રોડ ઉપરથી જ પરત ફર્યા હતા.

સુખસરના સ્થાનિક એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,તેમનો દીકરો સવારના 6 વાગ્યાથી જ કાર્યક્રમમાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. દીકરાનો ઉત્સાહ જોઈ તેઓ તેને કાર્યક્રમ સ્થળે મૂકવા ગયા હતા.પરંતુ તેમને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.અને જગ્યા ફુલ થઈ ગઈ હોવાનું સુરક્ષા કર્મીઓ એ જણાવાયું હતું.જેથી કાર્યક્રમનો લાભ મળી શક્યો ન હતો.

         આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચા છે કે,જો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુખસર ખાતે યોજવામાં આવ્યો હતો તો સુખસરના સ્થાનિકો તથા આસપાસના વિસ્તારના લોકોને કાર્યક્રમ નિહાળવા માટે પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં?

સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને ભવિષ્યમાં આવા મોટા કાર્યક્રમોમાં સ્થાનિકો તથા વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે તેવી માંગ ગોઠવા પામેલ છે.

Share This Article