
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએથી 261,730 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો: બે વ્યક્તિઓ ફરાર, દારૂની હેરફેરમાં સામેલ કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો
દાહોદ તા.10
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બનેલી પોલીસે જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી 2,61,730 રૂપિયાનામુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.જયારે બે વ્યક્તિઓ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયાં છે.જોકે પોલીસે પ્રોહીના બન્ને બનાવોમાં એક ફોર વહીલર એક મોટરસાઇકલ મળી કુલ 4,81,835 ના મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરફેરમાં સામેલ કુલ 8 લોકો સામે ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
પ્રોહીનો પહેલો બનાવ ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે બનવા પામ્યો છે જેમાં ગોરધન ભાઈ ગોવિંદભાઇ કિરાડ (રહેવાસી ગોળઆંબા કાઠીવાડા અલીરાજપુર) નાઓએ પોતાના કબ્જાની વગર નંબરની હોન્ડા સાઈન બાઈક પર વિદેશી દારૂનો જથ્થો ભરી ધાનપુર તાલુકાના છત્રસીંગ ઉર્ફે છત્રો ચંદનસિંહ બારીયા (રહે.ડભવા ધાનપુર) નાઓને આપવા આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં ગઢવેલ પાસે પોલોસની નાકાબંધી જોઈ બન્ને ઈસમો વિદેશી દારૂનો જથ્થો તેમજ બાઈક મૂકી ભાગી ગયા હતા ત્યારબાદ પોલીસે તલાશી લેતા પોલીસને મોટરસાઇકલ પાસેથી કંથાનના લગડામાંથી 81,375 રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના હોલ નંગ 155 બોટલો 12 હજાર કિંમતના પ્લાસ્ટિકના ક્વોટરીયા નંગ 96 તેમજ 20 હજાર રૂપિયાની મોટરસાઇકલ મળી કુલ 1,13,885 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળણી તપાસ હાથ ધરી છે
પ્રોહીનો બીજૉ બનાવ ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે બનવા પામ્યો છે. જેમાં પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૧,૬૭,૮૮૦ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટક કરી જ્યારે તેની સાથેનો અન્ય એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. આ બનાવમાં પોલીસે કુલ ચાર ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ મળતી માહિતી અનુસાર ગત તા. ૦૯મી ફેબ્રુઆરીના રોજ મનોજભાઈ રમેશભાઈ ભાભોર (રહે. રણીયાર, આમણા ફળિયુ, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને બહાદુર ઉર્ફે બોદ્રો (રહે. રણીયાર ઈનામી, તા.ઝાલોદ, જિ.દાહોદ) બંન્ને જણા પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં હતાં.અને મઘાનીસર ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ બહાદુરભાઈ પોલીસને જાેઈ નાસી ગયો હતો અને પોલીસે મનોજભાઈને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૩૧૪ કુલ કિંમત રૂા. ૧,૬૭,૮૮૦ના પ્રોહી જથ્થા સાથે મનોજભાઈને ઝડપી પાડ્યો હતો. પોલીસે મનોજભાઈની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં બાબુભાઈ ભેજાભાઈ (તિલકચંદ) લબાના (રહે. છોટાડુંગરા, રાજસ્થાન) અને દાઉદભાઈ ગજાભાઈ ડામોર (રહે. મઘાનીસર, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાએ મદદગારી કરી હોવાનું જણાવતાં ઝાલોદ પોલીસે ઉપરોક્ત ચારેય જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————–