Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ચાર જુદી-જુદી જગ્યાએ પોલીસના દરોડા દરમિયાન 1.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક મહિલા સહીત બેની અટકાયત:ત્રણ ફરાર..

February 11, 2022
        1504
દાહોદ જિલ્લામાં ચાર જુદી-જુદી જગ્યાએ પોલીસના દરોડા દરમિયાન 1.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક મહિલા સહીત બેની અટકાયત:ત્રણ ફરાર..

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ જિલ્લામાં ચાર જુદી-જુદી જગ્યાએ પોલીસના દરોડા દરમિયાન 1.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક મહિલા સહીત બેની અટકાયત:ત્રણ ફરાર..

દાહોદ ટાઉન પોલીસે ગોધરારોડ સાંસીવાડમાંથી 62 હજાર ઉપરાંતના દારૂ સાથે મહિલાને ઝડપી પાડી..

ગરબાડામાં રહેણાંક મકાનમાં LCB એ દરોડા દરમિયાન 26 હજારના મુદ્દામાલ સાથે બુટલેગર ને દબોચ્યો 

ઝાલોદ તાલુકાના ચાકલીયા છાયણ ગામેથી LCB એ 25 હજારનો દારૂ તેમજ 25 હજારની પલ્સર મળી 51 હજારનો મુદામાલ જપ્ત કર્યો:બુટલેગર ફરાર

દાહોદ તાલુકાના મોટીખરજ ગામેથી દાહોદ રૂરલ પોલીસે ફોરવહીલ ગાડીમાંથી 67 હજારનો દારૂ ઝડપી પાડ્યો:પોલીસે ત્રણ લાખની ફોરવહીલ સહીત 3.67 લાખનો મુદામાલ જપ્ત કર્યો: બુટલેગર ફરાર 

દાહોદ તા.11

દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો પૂરબહારમાં ખીલ્યો છે. બુટલેગર તત્વો રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો માંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દાહોદ જિલ્લાના યુવાનોને નશાની ગર્તામાં ધકલેવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બનેલી દાહોદ જિલ્લા પોલીસે જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએથી 1,82,380 ના વિદેશી દારૃ બિયરનાં જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડયા છે. જ્યારે બે ઈશા પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયા છે. ત્યારે પોલીસે 5,07,380 ના મુદ્દામાલ કબજે કરી દારૂની હેરફેરમાં સામેલ કુલ ચાર ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.

 પ્રોહીનો પહેલો બનાવ દાહોદ શહેરમાં નોંધાવા પામ્યો છે. જેમાં દાહોદ શહેરના ગોધરારોડ સ્ટીફન સ્કૂલ પાસે આવેલા સાંસીવાડમાં રહેવાસી રેખાબેન ઉદેસીંગ સીસોદીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે દાહોદ ટાઉન પોલીસે દરોડો ભાડે મકાનની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની નાની-મોટી બોટલો તેમજ ક્વાટરીયા ની 409 બોટલો મળી 62,280 ના વિદેશી દારૂના જથ્થા સાથે રેખાબેન સિસોદિયાને ઝડપી જેલ હવાલે કર્યો હતો. જયારે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ અન્ય દાહોદ તાલુકાના જાલત ગામના અર્જુન સુરમલ પણદા વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 પ્રોહીનો બીજો બનાવ ગરબાડા પંથકમાંથી સામે આવ્યો છે. જેમાં ગરબાડા શિવનગર ફળિયાના રહેવાસી અજીતભાઈ ચેનિયાભાઈ મોહનિયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળતા એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં તલાસી લેતા મકાનમાંથી ભારતીય બનાવટની 26,400 રૂપિયા કિંમતની 240 નંગ બિયરની બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે અજીતભાઈ મોહનિયાને ઝડપી જેલ ભેગો કરી પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 પ્રોહીનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના માળ ફળીયામાં બનવા પામ્યો છે.જેમાં દાહોદ તાલુકાના જાલત ગામના અર્જુનભાઈ સુરમલભાઈ પણદા પોતાના કબજાની જીજે.20.એન.8258 નંબરની મહિન્દ્રા ટીયુવી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી જતો હોવાની બાતમી દાહોદ રૂરલ પોલીસને થતાં રૂરલ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા પોલીસની વોચ જોઈ ટીયુવી ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો જે બાદ રૂરલ પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 67,200 રૂપિયા કિંમતમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 528 બોટલો મળી આવતા રૂરલ પોલીસે વિદેશી દારૂ તેમજ ત્રણ લાખ રૂપિયા કિંમતની ટીયુવી ગાડી મળી કુલ 3,67,200 નો મુદ્દામાલ કબજે કરી જાલત ગામના અર્જુનભાઈ સુરમલભાઈ પણદા વિરૂદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 પ્રોહીનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બનવા પામ્યો છે જેમાં રાજસ્થાન તરફથી મોટરસાયકલ પર વિદેશી દારૂ ભરીને ચાકલીયા તરફ આવતો હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળતા બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે છાંયણ ગામે નાકાબંધી ગોઠવી હતી. તે સમયે સામેથી કંથાનના લગડામાં વિદેશી દારૂ ભરીને આવતા જીજે.06.ડી.કે.3306 નંબરના ચાલકને ઉભું રાખવાનું ઈશારો કરતા પલ્સર બાઈક લઈને ભાગવા જતા પલ્સર બાઈક પડી જતા પલ્સર ગાડીનો ચાલક પોતાની ગાડી સ્થળ પર મૂકી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે મોટરસાયકલ પાસેથી કંથાનના લગડાની તલાશી લેતા તેમાંથી 26,500 કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવતા એલસીબી પોલીસે વિદેશી દારૂનો મુદા્માલ તેમજ 25000 ની પલ્સર બાઈક મળી કુલ 51,500 ના મુદ્દામાલ કબજે લઇ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાચાકલીયા પોલીસે દારૂની હેરફેરમાં સામેલ પલ્સર ચાલક વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!