
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બંદૂકની અણીએ થયેલી લૂંટની ઘટનાનોભેદ ઉકેલાયો:
ખજુરિયા ગેંગના બે સભ્યો ઝડપાયા, LCBએ 6.20 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
દાહોદ તા.27
દાહોદ જિલ્લામાં બંદૂકની અણીએ થયેલી લૂંટની ઘટનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. દાહોદ એલસીબી અને કતવારા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ‘ખજુરિયા ગેંગ’ના બે મુખ્ય સભ્યો રાજન સળિયા પલાસ અને તેના ભાઈ દિવાન સળિયા પલાસની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 6,20,900નો મુદ્દામાલ રિકવર કર્યો છે.રિકવર કરાયેલા મુદ્દામાલમાં રૂ. 5,50,900ના સોનાના દાગીના અને રૂ. 70,000ની એક મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ આરોપીઓ ગરબાડાના ખજુરિયા ખાડા ફળિયાના રહેવાસી છે અને હાલ મધ્યપ્રદેશમાં રહેતા હતા.
થોડા દિવસો અગાઉ કતવારા, નવાગામ અને જુનાપાણી સહિતના વિસ્તારોમાં બંદૂકની અણીએ લૂંટની ઘટનાઓ બની હતી. આ ઉપરાંત, જેસાવાડા, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, રણધીકપુર, પીપલોદ અને લીમડી જેવા વિસ્તારોમાં પણ ચોરી અને ઘરફોડના ગુનાઓ વધ્યા હતા. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી બાતમી મેળવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કતવારા સહિત અન્ય વિસ્તારોમાં થયેલી લૂંટ અને ચોરીની કબૂલાત કરી હતી.
નવાગામમાં 18 દિવસ અગાઉ એક યુવક અને તેની માતાને બંદૂક બતાવી સોનાના દાગીના લૂંટવામાં આવ્યા હતા. તેવી જ રીતે, જુનાપાણી નજીક મહેશ રૂપસિંગ સાબલીયા અને તેમની માતા સનુબેન પાસેથી સોનાનો મંગળસૂત્ર, બુટ્ટીઓ અને રોકડ લૂંટવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.નવાગામમાં 18 દિવસ અગાઉ એક યુવક અને તેની માતાને બંદૂક બતાવી સોનાના દાગીના લૂંટવામાં આવ્યા હતા. તેવી જ રીતે, જુનાપાણી નજીક મહેશ રૂપસિંગ સાબલીયા અને તેમની માતા સનુબેન પાસેથી સોનાનો મંગળસૂત્ર, બુટ્ટીઓ અને રોકડ લૂંટવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઝડપાયેલા આરોપીઓ રાજન અને દિવાનનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં હત્યા, લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે. ‘ખજુરિયા ગેંગ’ દિવસ દરમિયાન રેકી કરીને રાત્રે ઘરફોડ ચોરી કરતી હતી અને એકાંત રસ્તાઓ પર નકાબપોશ બની મહિલાઓને લૂંટતી હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.