
રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા તાલુકાના દાભડા ગામે હાઇવે પર ફોરવહીલ ગાડીના ચાલકે છકડા ને અડફેટે લેતા ચાલકનું મોત:બે બાળકો ઈજાગ્રસ્ત..
છકડાને ટક્કર મારે ફોરવીલ ગાડીનો ચાલક ગાડી લઈને ભાગ્યો: પોલીસે પોકેટ કોપના આધારે ગુનો નોંધ્યો…
દાહોદ તા.03
લીમખેડા તાલુકાના દાભડા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતી ફોરવિલ ગાડીએ કાકડા ને પાછળથી ટક્કર મારતા છકડામાં બેસેલ એક વ્યક્તિનો જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જયારે છકડામાં સવાર અન્ય બે બાળકોને ઓછી વત્તી ઈજાઓ પહોંચ્યા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે નિનામા ખાખરીયા કાળીયા ચોકડી પાસેના રહેવાસી પ્રવીણ સોમાભાઈ ડામોર GJ-07-AT 7463 ઉપરના પોતાના કબજા હેઠળના છકડામાં 13 વર્ષીય શ્રેયસ હિંમતભાઈ નીનામા તેમજ ભૂમિનીબેન હિંમતભાઈ નિનામાને બેસાડી લીમખેડા તાલુકાના દાભડા નજીક અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરઝડપે આવતી Gj-17-BH-3699 ના ચાલકે પ્રવીણ ભાઈના છકડાના ટક્કર મારતા છકડો પલટી ખાઇ જતા તેમાં બેસેલા પ્રવીણ ભાઈ સોમાભાઈ ડામોર ના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે છકડામાં સવાર શ્રેયાંસ તેમજ ભૂમિનીબેનના શરીરે ઓછી-વત્તી ઇજા પહોંચતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જોકે અકસ્માત સર્જનાર ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાની ગાડી લઈને ભાગી ગયો હતો.
ઉપરોકત બનાવ સંદર્ભે નિનામા ખાખરીયા કાળીયા ચોકડી પાસેના રહેવાસી બાબુભાઈ ભુરાભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે પોકેટ કોપ ના આધારે પંચમહાલ જિલ્લાના વાવડી બુઝર્ગ ડામોર નારસીંગભાઇ મનસુખભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.