
ઝાલોદ તાલુકાના લીમડી નજીક બાઇક સ્લીપ ખાતા ચાલકનું મોત: પરિવારજનોમાં માતમ છવાયો
બાઈક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સવાર ચાલકનું મોત નીપજ્યું હતું: પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
દાહોદ તા.03
ઝાલોદ તાલુકાના રળીયાતી ગુર્જર લીમડી જતા માર્ગ ઉપર બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે
વધુ મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ટાડાગોલા મહુડા ફળિયાના રહેવાસી કમલેશ ભાઈ માથાભાઈ ડામોર પોતાના કબ્જાની GJ-20-AK 9128 નંબરની મોટરસાઇકલ લઈને લીમડી તરફ આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં રળીયાતી ગુર્જર ગામ નજીક કમલેશ ભાઈએ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા જમીન પર પટકાયા હતા જેના લીધે તેમને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઉપરોક્ત બનાવ સંદર્ભે ચાકલીયા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે..