
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી*
દાહોદ તા. ૫
દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવકા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ WHO ની 2025 ની થીમ પર વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. “સ્તનપાનને પ્રાથમિકતા આપો: સ્થિર આધાર વ્યવસ્થાઓ ઊભી કરો” માતાનું ધાવણ પહેલાં છ મહિના સુધી શિશુ માટે સંપૂર્ણ આહાર છે.
માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા તેમજ ઝાડા જેવી જીવલેણ બીમારીઓથી બચાવે છે. તેમજ ભવિષ્યમાં શિશુને સ્થૂળતા લોહીનું ઊંચું દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગો થવાનું જોખમ ઘટાડી શિશુના શારીરિક અને ભૌતિક વિકાસમાં મદદરૂપ બને છે.માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમોને પણ ઘટાડી માતાને બાળકના જીવનભરના સ્નેહ ભર્યા સંબંધોને પ્રોત્સાહન આપે છે.
દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને શિશુના જન્મ પહેલા એક કલાક દરમિયાન સૂચક સફળ સ્તનપાનની સાચી શરૂઆત પહેલું પીળું ઘટ્ટ ધાવણથી શિશુના આરોગ્યને થતા ફાયદા જન્મ પછી તરત જ નવજાત શિશુને એક કલાક સુધી શિશુને માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે અને 24 કલાક શિશુને માતા સાથે જ રાખવું માતા અને શિશુના સ્કીન ટુ સ્કીન કોન્ટેક દ્વારા શિશુના વિકાસમાં થતા ફાયદા વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરશ્રી દ્વારા માતાઓને બાળક માટે સ્તનપાન ના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
૦૦૦