
રાજેશ વસાવે :- દાહોદ
ખેરગામ તાલુકામાં દિવાસાનો તહેવાર ભારે રંગેચંગે ઉજવાયો.
(આદિવાસીઓએ ઢીંગલાબાપાને લાગણીસભર વિદાય આપી.)
નવસારી તા. ૨૪
પ્રકૃતિપ્રેમી આદિવાસી સમાજ હંમેશા પર્યાવરણની જાળવણી માટે કટિબધ્ધ રહ્યો છે.આદિવાસીઓ દ્વારા દરવર્ષે અષાઢ મહિનાની અમાસના દિવસે દિવાસાનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે.ખેરગામમા છેલ્લા 5 વર્ષથી તાલુકા પંચાયત સભ્ય વિભાબેન જયેશભાઇ પટેલ,રાકેશભાઈ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા સુંદર આયોજન કરી શોભાયાત્રા કાઢી ઔરંગા નદી સુધી નાચતાકુદતા હજારો લોકો સાથે મળીને દેવને લઇ જવામાં આવે છે.આ કાર્યક્રમમા નાંધઈ,નારણપોર,પોમાપાળ અને મરલા ગામના આગેવાનો જેવા કે દલપત પટેલ,ભાવેશ પટેલ,મુકેશભાઈ આર્મી,અશોકભાઈ,મોહનભાઇ પટેલ,ભાવિન,મનહર પટેલ,જીજ્ઞેશ પ્રધાન તેમજ અન્ય યુવાનો,વડીલો,મહિલાઓ,બાળકો ખુબ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાં.આ તહેવાર નિમિતે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે આદિવાસી સમાજ જયારે રોપણીના ભારે ભરખમ કામમાંથી મુક્ત થાય છે ત્યારે થાક ઉતારવા માટે ભેગા થઇ ઉત્સવ મનાવતા તેને દિવાસો કહેવાય છે.આ દિવસે ઢીંગલા-ઢીંગલીની પૂજા કરવામાં આવે છે અને સમગ્ર જીવશ્રુષ્ટિનું આખુ વર્ષ મંગલમય નીવડે એવી પ્રાર્થના કરવામાં આવે છે.જયેશભાઇ,વિભાબેન અને રાકેશભાઈ તેમજ 4 ગામોના આગેવાનોનો અમે હૃદયથી આભાર માન્યે છીએ કે ભુલાય ગયેલી સંસ્કૃતિ છેલ્લા 5 વર્ષથી ખુબ સુંદર રીતે જીવંત રાખી રહ્યા છે.આવનાર 9 મી ઑગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીની તૈયારી અમે દિવાસાના પાવન તહેવારથી જ કરતા હોઈએ છીએ અને તમામ આદિવાસી-બિનઆદિવાસી ભાઈ-બહેનોને અમે 9 મી ઑગસ્ટના આદિવાસી સમાજના તહેવારમા સામેલ થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યે છીએ.