
રાજેશ વસાવે :- દાહોદ
બેલગામ વાહનોને અંકુશમાં લેવા સ્માર્ટ રોડ પર હવે સ્પીડ બ્રેકર.!
દાહોદના વિવિધ સ્માર્ટ રોડ ઉપર 54 થી વધુ સ્થળે પાલિકા હેવી ડ્યુટી રબરના સ્પીડ બ્રેકર મુકશે.!
ટ્રાફિક અને તજજ્ઞોના સર્વે બાદ રોડના જંક્શન તેમજ સોસાયટીઓના પ્રવેશ સ્થળે સ્પીડ બ્રેકર મુકાશે.
દાહોદ તા. 21
સ્માર્ટ સિટી દાહોદમાં તાજેતરમાં નિર્માણ પામેલા 11 જેટલા વિવિધ સ્માર્ટ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો બેલગામ બની પોતાનું વાહન ગફલત રીતે હંકારી પોતાની અને દાહોદવાસીઓની જાનમાલને જોખમમાં મૂકી રહ્યા છે. એટલું જ નહીં શહેરમાં એસટી બસ તેમજ ફોરવીલર ગાડી ના ચાલકો પણ નક્કી કરેલ ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં ગાડી હંકારી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તાજેતરમાં ગોધરા રોડ પર જ એક પછી એક બનેલા બનાવોએ તંત્રને વિચારતો કરી દીધું છે.જેની નોંધ પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી લીધી છે. જે બાદ તાજેતરમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં યોજાયેલી દિશાની બેઠકમાં શહેરના વિવિધ માર્ગો ઉપર સર્વે કર્યા બાદ રબરના હેવી ડ્યુટી સ્પીડ બ્રેકર મુકવા માટે સંમતિ બધાઈ છે. ટૂંક સમયમાં દાહોદ નગરપાલિકા હેવી ડ્યુટી રબરના સ્પીડ બ્રેકર માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ કરશે. જે બાદ સ્માર્ટ સિટીના ઈજનેર, ટ્રાફિક પોલીસના સર્વે, તેમજ તજજ્ઞોની આમ રાય લઇ જે જગ્યાએ સર્કલ આવતું હોય, જંકશન હોય, અથવા સોસાયટીના રસ્તાઓ જે મુખ્ય માર્ગો થી જોડાયેલા છે. શાળા નજીક હોય તે જગ્યા ઉપર અંદાજે 54 થી વધુ જેટલા રબરના સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે. જેનો હેતુ શહેરીજનોની સુરક્ષા, શહેરમાં બેલગામ દોડતી બાઇકો એસટી બસ અને ફોરવીલર ગાડીઓને અંકુશમાં લાવવા માટેના પ્રયાસ છે. આ રબરના ના પંપની ખાસિયત એ છે કે સાત વર્ષ સુધી 50 થી 55 ટન થી વધુ લોડ ધરાવતા ટ્રકો ભારે વાહનોને ખમી શકે તેમ છે. આ રબરના સ્પીડ બ્રેકર ની ડિઝાઇન અને સાઈઝ સ્ટાન્ડર્ડ સાઈઝ મુજબ રહેશે. જેને પગલે હવે આવનારા સમયમાં સ્પીડ બ્રેકર મૂક્યા બાદ માર્ગ અકસ્માતોના બનાવવામાં ઘટાડો થાય સેવા પ્રયાસો ટીમ નગરપાલિકા સ્માર્ટ સિટી તેમજ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.