
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સિલસિલો અકબંધ:દાહોદ શહેરના 46 મળી જિલ્લામાં 81 નવા કેસોના ઉમેરો…
આજે નોંધાયેલા નવા કેસોમાં અડધા કેસો દાહોદ શહેરમાંથી સામે આવતા ખળભળાટ…
જિલ્લામાં આજે વધુ ૪૫ દર્દીઓ કોરોના મુક્ત થતા 417 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ..
દાહોદ જિલ્લાના ત્રીજી લહેરમાં પ્રથમ કોરોના સંક્રમિત દર્દીનું મોત: દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં કોરોના સંક્રમણનો પગ પેસારો..
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવતા કોરોના સંક્રમણ દાહોદ શહેર સહિત જિલ્લામાં રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો હોય તેમ પ્રસિદ્ધ થઈ રહ્યું છે. દાહોદ શહેરના 46 મળી જિલ્લામાં આજે મહત્તમ 81 નવા દર્દીઓ સામે આવતા ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જોકે છેલ્લા કેટલાય દિવસથી દાહોદ શહેરમાં કોરોના સંક્રમણના કેસો કૂદકે ને ભૂસકે વધવા પામતા ચિંતાનો વિષય બની જવા પામેલ છે.
વધુ મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે આર.ટી.પી.સી.આર.ના 2250 તેમજ રેપીટ ટેસ્ટના ૬૯૫ મળી કુલ 2945 જેટલા સેમ્પલ કલેક્ટ કરી પરીક્ષણ માટે મોકલ્યા હતાં જેમાં આજે કુલ 81 કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે જેમાં દાહોદ અર્બન વિસ્તારમાંથી 36 દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 10, ઝાલોદ અર્બનમાંથી 1, ઝાલોદ ગ્રામ્યમાંથી 03, દેવગઢ બારીઆ અર્બન વિસ્તારમાંથી 05, દેવગઢ બારીઆ ગ્રામ્ય વિસ્તારમાંથી 07, લીમખેડામાંથી 01, સીંગવડમાંથી 02, ગરબાડામાંથી 01 ફતેપુરામાંથી 01 અને સંજેલીમાંથી 01 કેસો સામે આવ્યા છે.દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7859 ને પાર થઈ ગયો છે. જોકે આજે વધુ ૪૫ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં ૪૧૭ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.
——————————–