
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ વ્રજધામ સોસાયટી નજીક વાસનામાં કામાંધ બનેલા યુવકે 21 વર્ષીય યુવતી જોડે છેડતી કરી..
દાહોદ, તા.રર
દાહોદ શહેરની વ્રજધામ સોસાયટી નજીક આવેલ ભાવના હોસ્પિટલની પાછળ 21 વર્ષીય યુવતી પર છેલ્લા ત્રણેક માસથી નજર રાખી રહેલા તેમના જ ગામના યુવકે યુવતીને બળજબરીથી છેડતી કરી બાઇક પર બેસી જવા ધાકધમકી આપી તે સમયે યુવકના યુવકના ભાઈ એ યુવતીને ગાળો બોલી લાફાવાળી કરી હોવાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત વિગત અનુસાર રાહડુંગરી ગામનો વિકાસભાઈ બાબુભાઈ ભાભોર છેલ્લા ત્રણેક માસથી તેમના જ ગામની દૂધ આપવા આવતી ૨૧ વર્ષીય યુવતી પર નજર રાખી પીછો કરતો હતો.અને ગત તા.૧પ.૧.ર૦રરના રોજ યુવતી દાહોદની વ્રજધામ સોસાયટી ભાવના હોસ્પીટલની પાછળ દુધ આપવા આવી હતી તે વખતે વિકાસભાઈ બાબુભાઈ ભાભોરે તે યુવતી સાથે જબરજસ્તી કરી છેડતી કરી તેના બંને હાથ પકડી કહેવા લાગેલ કે તુ મારી બાઈક પાછળ બેસી જા નહી બેસે તો તને જાનથી મારી નાખીશ અને હું પણ મરી જઈશ તેવી ધમકી આપી હતી. તે વખતે વિકાસભાઈ ભાભોરના ભાઈ લાલાભાઈ બાબુભાઈ ભાભોરે આવી તે યુવતીને ગાળો આપી બે ત્રણ થપ્પડો મારી હતી.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ યુવતીએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે વિકાસભાઈ ભાભોર તથા લાલાભાઈ ભાભોર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.