Friday, 29/03/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન વિદેશી દારૂ સહીતના 59,240 ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય ચાર ઈસમો ફરાર

January 22, 2022
        931
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન વિદેશી દારૂ સહીતના 59,240 ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય ચાર ઈસમો ફરાર

દાહોદ

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે વિદેશી દારૂનું મોટા પાયે કટિંગ થતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળતા બાતમીના આધારે ત્રાટકેલી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા દરોડો પાડી 59,240 ના વિદેશી દારૂ બિયર સહિતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય પાંચ ઈસમો ચકમો આપીને ફરાર થયાં હોવાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના ગણેશ કોમ્પ્લેક્સની પાછળ પંચેલા ગામના ભરવાડ ફળિયાના રહેવાસી ભાવેશભાઈ હીરાભાઈ ભરવાડ મિલન નારાયણ ભરવાડ ત ઝાલોદ તાલુકાના રણીયાર ગામના રૂપેશ પ્રવીણ કોળી પાસેથી સિલ્વર કલરની વરના ગાડીનો ચાલક તેમજ દારૂનો જથ્થો મંગાવી મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ કરી વેચાણ થતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ને મળી હતી જે બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ ઉપર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાંચની તેમજ પ્લાસ્ટિકની બોટલો તેમજ બિયર ટીન ની કુલ 242 બોટલો મળી 59.240 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે દેવગઢ બારિયાના પંચેલા ગામના ભરવાડ ફળિયાના રહેવાસી ભાવેશ હીરાભાઈ ભરવાડની અંગ ઝડપી લેતા તેની પાસેથી 20.80 હજાર રોકડા પાંચ હજાર ની કિંમતના બે મોબાઈલ અને 35 હજારની કિંમતની એક મોટરસાઇકલ મળી કુલ એક લાખ ઓગણીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ ભાવેશ ભરવાડને જેલના સળિયા પાછળ ધકેલી પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીપલોદ પોલીસે દારૂ મંગાવનાર, મોકલનાર તેમજ દારૂનો જથ્થો લાવનાર ઉપરોક્ત અન્ય ચાર ફરાર થયેલા ઈસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!