
રાજેશ વસાવે :- દાહોદ
*પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાવકા ખાતે રસીકરણ દિવસ ઉજવાયો*
*દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસની ઉજવણી*
*સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસીકરણ કરાવો*
દાહોદ તા. ૨
દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય બાવકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ હોય છે.
જે અન્વયે બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કુલ 12 સગર્ભા માતાઓની તપાસ અને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 7 જોખમી સગર્ભા માતાઓ હતી જેઓની જરૂરી તપાસ કરવામાં આવી હતી.
કાઉન્સેલિંગ દ્વારા સગર્ભા માતાઓને શું ખાવું, દર મહિને તપાસ કરાવવી તથા ડિલિવરી દવાખાને જ કરવાની તે અંગે માહિતી આપવામાં આવી હતી.
આમ, આ રસીકરણ દિવસની ઉજવણીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સયલ બારીયા, આયુષ મેડિકલ ઓફિસરશ્રી પન્ના ડામોર, લેબોરેટરી ટેકનીશ્યન અને સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
તમામ નાગરિકોને દર સોમવારે આપના વિસ્તારના નજીકના સરકારી આરોગ્ય સંસ્થાઓ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ડીસ્ટ્રીકટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલમાં માતા અને બાળકોના ઉંમર પ્રમાણે રસી વડે સુરક્ષિત કરવા જણાવાયું છે.