
રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ*
*હેન્ડ પંપ રીપેરીંગ કરવા સહિત પાણી અંગેના આવેલ લોક પ્રશ્નોના જલ્દી ઉકેલ આવે તે મુજબ કામગીરી હાથ ધરવા અપાઈ સુચના*
દાહોદ તા. ૨
દાહોદ : જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીશ્રીઓને દાહોદ જિલ્લામાંથી પાણી માટે આવેલ લોક ફરીયાદોની સમીક્ષા કરી હતી. જેમાં લોકો દ્વારા પાણી અંગે આવેલ ઓનલાઈન પ્રશ્નોની માહિતી રજુ કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ દાહોદ જિલ્લામાં તાલુકા વાઈઝ હેન્ડ પંપ રીપેરીંગ કામગીરી ત્વરિત કરવા માટેની સુચના આપી હતી. લોકોના પાણી બાબતે આવેલ પ્રશ્નો કે સમસ્યાઓના જલ્દી નિવારણ આવે તે માટે કરવાની થતી કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવા જણાવ્યું હતું.
આ બેઠક નિમિતે નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, યુનિટ મેનેજરશ્રી સોમિલ ભૈયા સહિત અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦