Saturday, 21/06/2025
Dark Mode

બળવંતની શ્રી રાજ કન્ટ્રક્શન એજન્સીએ માલ સપ્લાય કર્યા વગર 22 બિલો રજૂ કરી 33 લાખનું કૌભાંડ આચર્યું.. દાહોદ મનરેગા કૌભાંડ: જામીન મળ્યા ના બે દિવસમાં જ મંત્રી પુત્ર બળવંત ખાબડની પોલીસે કરી ધરપકડ,પાંચ દિવસના રિમાન્ડ મંજુર 

June 2, 2025
        4028
બળવંતની શ્રી રાજ કન્ટ્રક્શન એજન્સીએ માલ સપ્લાય કર્યા વગર 22 બિલો રજૂ કરી 33 લાખનું કૌભાંડ આચર્યું..  દાહોદ મનરેગા કૌભાંડ: જામીન મળ્યા ના બે દિવસમાં જ મંત્રી પુત્ર બળવંત ખાબડની પોલીસે કરી ધરપકડ,પાંચ દિવસના રિમાન્ડ મંજુર 

#DahodLive#

બળવંતની શ્રી રાજ કન્ટ્રક્શન એજન્સીએ માલ સપ્લાય કર્યા વગર 22 બિલો રજૂ કરી 33 લાખનું કૌભાંડ આચર્યું..

દાહોદ મનરેગા કૌભાંડ: જામીન મળ્યા ના બે દિવસમાં જ મંત્રી પુત્ર બળવંત ખાબડની પોલીસે કરી ધરપકડ,પાંચ દિવસના રિમાન્ડ મંજુર 

71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોની જામીન સામે પોલીસની રિવિઝન અરજીની સેશન સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાશે.

દાહોદ તા.01

બળવંતની શ્રી રાજ કન્ટ્રક્શન એજન્સીએ માલ સપ્લાય કર્યા વગર 22 બિલો રજૂ કરી 33 લાખનું કૌભાંડ આચર્યું.. દાહોદ મનરેગા કૌભાંડ: જામીન મળ્યા ના બે દિવસમાં જ મંત્રી પુત્ર બળવંત ખાબડની પોલીસે કરી ધરપકડ,પાંચ દિવસના રિમાન્ડ મંજુર 

દાહોદમાં મનરેગા કૌભાંડમાં હવે એક પછી એક ગુના રજીસ્ટર થવાની શરૂઆત થઈ છે. પોલીસે મનરેગા કૌભાંડમાં ત્રીજી ફરિયાદ દાખલ કરી છે.જેમાં ધાનપુરના ભાણવડમાં 11 કામો કાગળ ઉપર બતાવી સરકારી કર્મચારીઓ અને પ્રોપરાઇટોની મીલીભગતે લેબર ખર્ચ અને માલ સામાન ખર્ચના 49.93 લાખના બિલો માલ સપ્લાય કર્યા વગર જ ચૂકવી દીધા હોવાનું ઘટસ્ફોટ DRDA દ્વારા કરાવેલી તપાસમાં હકીકતલક્ષી અહેવાલમાં કરવામાં આવ્યો છે. જેના સંદર્ભમાં પોલીસે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ .પીપેરોના પ્રોપરાઇટર બળવંત ખાબડની ધરપકડ કરી લેતા રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં સોંપો પડી ગયો છે. ધાનપુરના ભાણવડમાં મંત્રીપુત્ર બળવંત ખાબડની એજન્સીને માલ સપ્લાય કર્યા વગર જ 33.86 લાખ ચૂકવી દીધા હોવાનું સામે આવી છે. પોલીસે બળવંતને જજ સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બળવંતની શ્રી રાજ કન્ટ્રક્શન એજન્સીએ માલ સપ્લાય કર્યા વગર 22 બિલો રજૂ કરી 33 લાખનું કૌભાંડ આચર્યું.. દાહોદ મનરેગા કૌભાંડ: જામીન મળ્યા ના બે દિવસમાં જ મંત્રી પુત્ર બળવંત ખાબડની પોલીસે કરી ધરપકડ,પાંચ દિવસના રિમાન્ડ મંજુર 

દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમા હવે એક પછી એક ફરિયાદ અને ધરપકડનો દોર શરૂ થયો છે. અગાઉ દેવગઢબારિયા અને ધાનપુરના ત્રણ ગામોમાં આચરાયેલા 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે મંત્રી પુત્રો સહિત 14 લોકોની ધરપકડ કરી છે.જેમાં કરાર આધારિત કર્મચારીઓ અને અધિકારીઓ પણ સામેલ છે. દરમિયાન બંને મંત્રીપુત્રોને જામીન મળ્યા બાદ પોલીસે વધુ બે ગુના દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. આ પહેલા દેવગઢ બારીયાના લવારીયા ગામે 79 પૈકી 21 કામો કાગળ ઉપર બતાવી 18.41 લાખનું ફુલેકું ફેરવનાર મંત્રી પુત્ર કિરણ ખાબડની જેલ બહારથી જ ધરપકડ કરી હતી. અને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી કઠિત કૌભાંડ અંગે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. દરમિયાન ધાનપુરના ભાણપૂરમાં પણ મનરેગા કૌભાંડ આચર્યો હોવાનો હકીકતલક્ષી અહેવાલ સામે આવતા બી આર.ડી.એના નાયબ ચીટનીશે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં મંત્રી પુત્ર બળવંત ખાબડની એજન્સી શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુ.પેપરોએ માલ સપ્લાય કર્યા વગર જ 33 લાખ ઉપરાંતના બિલો પાસ કરાવી લીધા હોવાની હકીકતોના આધારે પોલીસે જામીન મળ્યા ના બે દિવસ બાદ જ બળવંત ખાબડની ધરપકડ કરી લીધી છે. અને જજના બંગલે રજુ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા આ અંગે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે પોલીસ આ સાત દિવસના રિમાન્ડ દરમિયાન કેવી રીતે સમગ્ર કૌભાંડ આચારવવામાં આવ્યું. તે અંગેની કડી મેળવવાનું પ્રયાસ કરશે.

*ભાણપુરમાં 49 લાખ ઉપરાંતનું મનરેગા કૌભાંડ સામે આવ્યું.*

મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ તપાસ માટે એસઆઇટીની ટીમની રચના કરવામાં આવી છે.જેનું કામ મનરેગા અંતર્ગત થયેલા કામોમાં ગોબાચારી અંગે સ્થળ ચકાસણી કરી હકીકતલક્ષી અહેવાલ DRDA નિયામક મારફતે જિલ્લા વિકાસ અધિકારીને પહોંચાડવાનું છે. એસઆઇટીની ટીમે તા.29.05.2025 ના રોજ માણપુરનો હકીકતલક્ષી અહેવાલ રજૂ કર્યો હતો જેમાં નાણાકીય વર્ષ 2022 થી આજ દિન સુધીમાં વિવિધ ફળિયામાં માટી મેટલના 11 કામો સ્થળ પર કરેલા નહોતા. તેમ છતાં 12.12 લાખનો લેબર ખર્ચ તેમજ માલ સામાનનો ખર્ચ 37.81 લાખ મળી કુલ 49.93 લાખ રૂપિયા કામ કર્યા વગર સપ્લાય કર્યા વગર બીલો મૂકી પૈસા ચૂકવાઈ ગયા..

*મંત્રીપુત્રની શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ. પીપરોએ 33 લાખનું કૌભાંડ આચર્યું..*

ધાનપુરના ભાણપુરમાં મનરેગાના કામોમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચારમાં મંત્રી પુત્ર બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ. પીપરો નામક એજન્સીએ માલ સામાન સપ્લાય કર્યા વગર જ 22 બિલો બનાવી 33.86 લાખના બિલ પાસ કરાવી લીધા. આ એજન્સીએ ભાણપુરના વિવિધ ફળિયામાં માટી મેટલના કામોમાં કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાનો હકીકતલક્ષી અહેવાલમાં સામે આવ્યો છે.

*71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની જામીન સામે સેશન્સમાં રિવિઝન અરજીની સુનાવણી થશે.*

ધાનપુર દેવગઢ બારીયાના 71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને આશ્ચર્યજનક રીતે ચીફ કોર્ટે જામીન આપી દેતા પોલીસે જામીન સામે સ્ટેની માંગ કરી હતી પરંતુ કોર્ટે પોલીસની અરજી ને ફગાવી કિરણ અને બળવંતને જામીનમુક્ત કરતા પોલીસે તાબડતોડ ચીફ કોર્ટના નિર્ણયને સેશન્સમાં પડકાર્યો હતો.અને જામીન સામે રિવિઝન અડજી દાખલ કરાવતા કોર્ટે બંને મંત્રી પુત્રો સામે તે જ દિવસે નોટિસ ઈશ્યૂ કરી સોમવારે બંનેને હાજર થવા માટે ફરમાન આપ્યું હતું. એટલે પોલીસની રિવિઝન અરજી મામલે સોમવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. 

*ભાણપુર અને લવારીયામાં કથિત કૌભાંડમાં હવે કોની ધરપકડ થશે.*

ધાનપુરના ભાણપુર અને દેવગઢ બારીયાના લવારીયામાં સામે આવેલા કથિત કૌભાંડમાં પોલીસે હાલ બંને મંત્રી પુત્રો જેઓ એજન્સીના પ્રોપરાઇટર છે. તેમની ધરપકડ કરી છે પરંતુ આ બંને જગ્યાએ કૌભાંડમાં એજન્સીની સાથે સંબંધિત કચેરીના કરાર આધારિત કર્મચારીઓ તેમજ અધિકારીઓની પણ સંડોવણીમાં સરખો ભાગ છે. એટલે આગામી સમયમાં ધાનપુર અને દેવગઢ બારીયાની મનરેગા કચેરીમાં આચરાયેલા કૌભાંડના સમયગાળા દરમિયાન ફરજાધિન, ગ્રામ રોજગાર સેવક GRS,ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ,આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર,APO, તેમજ બિલો મંજૂર કરનાર ટીડીઓ કમ પ્રોગ્રામ ઓફિસર તેમજ માલ સપ્લાય કરનાર એજન્સી, ગ્રામ પંચાયતના જવાબદારો, સરપંચ સહિતના લોકો સામે આગામી સમયમાં પોલીસ તપાસમાં તેમની આ કૌભાંડમાં ભૂમિકાના આધારે ફોજદારી ગુનાઓ દાખલ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!