
સંજેલીમાં દબાણ દૂર કરવા પંચાયતની બે જુન સુધીનો અલ્ટીમેટમ આપતા વેપારીઓ પહોંચ્યા હાઇકોર્ટ…
પંચાયત પહેલા ગૌચર અને પડતરમાં થયેલા દબાણ દૂર કરે અમે સ્વખર્ચે દબાણ દૂર કરી દઈશું. વેપારીઓના આક્ષેપો..
દાહોદ તા.01
સંજેલીમાં ગેરકાયદેસર દબાણો અંગે હવે પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દબાણ સામેની કાર્યવાહીમાં પંચાયત દ્વારા દબાણ દૂર કરવા અંગે બે જૂન સુધીની છેલ્લી નોટિસ દબાણકર્તાઓને આપવામાં આવી છે જેને લઇને હવે સંજેલીને 27 જેટલા વેપારીઓએ દબાણ મુદ્દે હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયતની ગામ તળ જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરતા અડિંગો જમાવીને બેઠા છે. જેના પગલે હવે પંચાયત દ્વારા આ મામલે એક્શનમાં આવતા દબાણો દૂર કરવા અંગે વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી હતી. જેના સંદર્ભમાં વેપારીઓએ ગૌચર અને સરકારી પડતર ઉપર દબાણ પહેલા દૂર કરો પછી અમારા કેબીનો અમે સ્વખર્ચે દૂર કરી દઈશું. તેમ જણાવતા હવે વિવાદ સર્જાયો છે. બીજી તરફ સંજેલીના 27 જેટલા વેપારીઓએ પંચાયત દ્વારા આપવામાં આવેલા આધાર પુરાવા સાથે હાઇકોર્ટમાં રાવ કરી છે. જેને લઈને હવે આગળ શું કાર્યવાહી થશે. તે હવે જોવું રહ્યું..