
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાનું ધોરણ-10નું પરિણામ: જિલ્લાનુ 81.28 ટકા પરિણામ, 33 શાળાઓએ 100 % સફળતા મેળવી, દેલસર ટોચ પર, સંજેલી સૌથી ઓછુ
દાહોદ તા.08
દાહોદ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 81.28 ટકા નોંધાયું છે. જિલ્લામાં કુલ 28,153 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 22,886 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 5,267 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિદ્યાર્થીઓના ગ્રેડ વિશ્લેષણમાં 154 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. 1,026 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 3,069 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ મેળવ્યો છે. 6,083 વિદ્યાર્થીઓએ B-2 ગ્રેડ હાંસલ કર્યો છે.
જિલ્લાની 33 શાળાઓએ 100ટકા પરિણામ મેળવ્યું છે. આ સંખ્યા ગત વર્ષે 29 હતી. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 8થી ઘટીને 6 થઈ છે. 30ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 16થી ઘટીને 8 થઈ છે.
36 પરીક્ષા કેન્દ્રો પૈકી દેલસર કેન્દ્રે 96.23 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. સંજેલી કેન્દ્રે 61.31 ટકા સાથે છેલ્લો ક્રમ મેળવ્યો છે. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 81.67 ટકા હતું. 2023માં 40.75 ટકા પરિણામની તુલનામાં આ વર્ષે નોંધપાત્ર સુધારો થયો છે.
જિલ્લાના શિક્ષણ અધિકારીએ સુરેન્દ્ર દામાએ આ સફળતા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના સહયોગની સરાહના કરી છે. આગામી વર્ષોમાં શિક્ષણની ગુણવત્તા વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.