Thursday, 28/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પર અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ સવાર રાજસ્થાનના યુવકનું મોત 

January 12, 2022
        670
ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પર અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ સવાર રાજસ્થાનના યુવકનું મોત 

ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પર અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ સવાર રાજસ્થાનના યુવકનું મોત 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ચેકપોસ્ટ ખાતે એક અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકામાં રહેતાં વીપીનભાઈ લક્ષ્મણજી ગરાસીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ત્યાંથી એક અજાણ્યો વાહનનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો અને વીપીનભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં વીપીનભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જેને પગલે તેઓનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ સંબંધે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકામાં રહેતાં લક્ષ્મણજી કાળાજી ગરાસીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!