Saturday, 27/07/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના રેબારીમાં શિક્ષક યુવકના અપમૃત્યુ ના કેસમાં ન્યાયિક તપાસ તેમજ દોષિતોને ઝબ્બે કરવા ગ્રામજનોનો આવેદન..

January 13, 2022
        703
દે.બારિયા તાલુકાના રેબારીમાં શિક્ષક યુવકના અપમૃત્યુ ના કેસમાં ન્યાયિક તપાસ તેમજ દોષિતોને ઝબ્બે કરવા ગ્રામજનોનો આવેદન..

રાહુલ મહેતા :- દે. બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામનાં પતિના આપઘાત પ્રકરણ મા ગ્રામજનોએ આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવા મા આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું પત્ની તેમજ સાસરીઆ સહિત પ્રેમી ફરાર .

પોલીસ ફરિયાદ નોંધાતા પત્ની સહિત સાસરિયાઓ તેમજ પ્રેમી ફરાર

પતિના આપઘાત પ્રકરણમાં ત્રણ દિવસ થવા છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર

રાજકીય વગ ધરાવતા સાસરીયાઓને પોલીસ પકડવામાં નિષ્ફળ કે પછી ભીનુ સંકેલાતુ હોઈ તેમ.

સમાજમાં આગેવાન તેમજ રાજકીય વગ ધરાવતા આ સાસરિયાઓના કૃત્યથી સમાજમાં રોષ.

રાજકીય વગ ધરાવતા આ યુવક ના સાસરિયાઓને પોલીસ પકડશે ખરી?

દે. બારીયા તા.13

દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના યુવકના આપઘાત પ્રકરણમાં ત્રણ. દિવસ થવા છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર ગ્રામજનોએ આવેદનપત્ર આપી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા ની માંગ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ફરાર પત્નિ સહીત સાસરિયાં ઓ તેમજ પ્રેમી ને ઝડપી પાડવામાં પોલિસ સફળ થશે કે કેમ જેવા અનેક સવાલો.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના ૨૯ વર્ષ વર્ષ દિલીપ ભાઈ ભેમાભાઈ પટેલ ભુતિયા ગામ ની હિરલ જશવંત પટેલ સાથે છ માસ અગાઉ સમાજના રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા અને લગ્નના ટૂંક સમયમાં જ પત્ની ના અન્ય યુવક સાથે ના પ્રેમ પ્રકરણ ને લઇ પત્નિ તેમજ સાસરિયાઓ દ્વારા યુવક દિલીપને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે તેને મજબૂર કરતા ચાર માસ સુધી સતત અત્યાચાર તેમજ માનસિક ત્રાસથી વાજ આવેલા દિલીપ ભાઈ પટેલે આખરે મોતને વ્હાલું કરવા માટે તા ૬જાન્યુઆરી ના રોજ વહેલી સવારે સુસાઈડ નોટ લખી પોતાનાં મોબાઈલથી વોટ્સેપ મા મોકલી આપી ઝેરી દવા ગટગટાવી લેતા દિલીપ પટેલ નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઇ દિલીપભાઈ પટેલ ના મોટાભાઈ પર્વતભાઈ ભેમાભાઈ પટેલ સુશાઇડ નોટ સાથે. દિલીપ ના સસરા જશવંત પટેલ રતનસિંહ કાળુભાઈ પટેલ રંગીતસિંહ કાળુભાઈ પટેલ જનકભાઈ રણજીતસિંહ પટેલ હર્ષદભાઈ રતનસિંહ પટેલ તેમજ તેની પત્ની હિરલબેન તેમજ હીરલ નો પ્રેમી વિશાલ જે પચેલા ગામનો છે તેની વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે આ દિલીપ ની પત્ની તેમજ સાસરિયા સહિત હીરલ નો પ્રેમી વિશાલ તમામ ને આ ફરિયાદ અંગેની જાણ થતાં તમામે તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા હાલમાં આ બનાવને ત્રણ દિવસ થવા છતાં પણ દિલીપ પટેલના સાસરિયાઓ . પત્ની કે પછી તેના પ્રેમી પોલીસ પકડથી દૂર રહેતા મરણ જનાર દિલીપ પટેલના રેબારી ગામના આગેવાનો સહિત ગ્રામજનો તેમજ તાલુકા ના બક્ષીપંચ મોરચાના કેટલાક યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થઇ દેવગઢબારિયા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી દિલીપ પટેલ ને મરવા માટે પ્રેરનાર એવા દિલીપ પટેલ ના સાસરીયાઓ જશવંત પટેલ રતનસિંહ કાળુભાઈ પટેલ રંગીતસિંહ કાળુભાઈ પટેલ જનકભાઈ રણજીતસિંહ પટેલ હર્ષદભાઈ રતનસિંહ પટેલ તેમજ તેની પત્ની હિરલબેન તેમજ હીરલ નો પ્રેમી વિશાલ જે પચેલા ગામનો છે તેની વહેલી તકે ઘરપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામા આવીછે ત્યારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનો તેમજ બક્ષીપંચ સમાજના આગેવાનો દ્વારા તેઓ પણ જણાવવામાં આવ્યું હતું કે જો આ લોકોની વહેલી તકે ઘરપકડ કરવામાં નહીં આવે તો આવનાર દિવસમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે અને સાથે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની પણ ચિમકી ઉચ્ચારી છે ત્યારે હાલ પોલીસ પકડથી દૂર રહેલા દિલીપ પટેલના સાસરિયાઓને પોલીસ વહેલી તકે પકડશે કે પછી ભીનુ સંકેલી લેશે તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે હાલ પિપલોદ પંથકમાં દિલીપ પટેલના સાસરિયાઓ વિરૂધ્ધ લોકો માં રોષ ફેલાઇ લો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ ફરાર થયેલા દિલીપ પટેલની પત્ની તેમજ તેના સાસરિયાઓ સહિત તેના પ્રેમીને વહેલી તકે ઝડપી પડશે કે કેમ તે જોવાનુ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!