
દાહોદ:ગુજરાત સ્થાપના દિનની ઉજવણી સ્થળે લીલા વૃક્ષોનું નિકંદન …
ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવાના હોય તે સ્થળ પરથી સાત જેટલા વૃક્ષોનુ રાતોરાત નિકંદન કરી નાખવામાં આવ્યું હતું ..
દાહોદ તા. 14
ગોધરા ખાતે 1.5.2025 ના રોજ ગુજરાત ના સ્થાપના દિવસની ઉજવણી કરવાના હોય તેમાં ગુજરાતના મામહિમ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીઓ ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય જ્યારે તેના માટે બામરોલી રોડ પર માં ગાયત્રીનગર જવાના રસ્તા ના સામે સભાસ્થળ ગોઠવવામાં આવવાનું હોય ત્યાં સરકારી તંત્ર દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી તથા ડામર રસ્તાઓ પહોળા કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે આ સભા સ્થળની જગ્યા ઉપર સાત જેટલા મોટા વૃક્ષ હતા તેને સરકારી તંત્ર દ્વારા રાતોરાત કાપીને સાફ કરાવી નાખવામાં આવ્યું હતું જ્યારે સરકાર દ્વારા વૃક્ષો વાવો તથા એક પેડ માં કે નામ જેવા અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે ત્યારે આ સભાસ્થળ પર ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાના હોય તેના માટે સભાના સ્થળો પર થી રાતો રાત સાત જેટલા મોટા વૃક્ષોને સરકારી તંત્ર દ્વારા કાપી નાખીને જે સરકાર દ્વારા વૃક્ષો વાવ વાના અભિયાન ચલાવવામાં આવે છે તે કેટલું યોગ્ય ગણવામાં આવે છે જ્યારે આ વૃક્ષો કાપીને સરકારી તંત્ર દ્વારા રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના સામે તેમનું સારું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કે પછી તેમની કોઈ કાર્ય છુપાવવાના હોય તેમ લાગી રહ્યું છે જ્યારે જો સરકાર વૃક્ષો ઉગાડવા પર ભાર મૂકતા હોય તો આવા સરસ વૃક્ષો મોટા થયેલા કાપવા પાછળ શું મતલબ હોય શકે તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
જ્યારે આ મોટા વૃક્ષો નું નિકંદન કરી તેના છાયડો ઊભા રહીને ધંધો કરતા લોકોને તે છાયડા માંથી ભૂલે પાડવામાં આવ્યા છે જ્યારે વૃક્ષો હતા તો ત્યાંથી કેટલાય મુસાફરો આવવા જવા માટે તે જ વૃક્ષોના છાયે ઊભા રહેતા હતા જ્યારે સરકારી તંત્ર દ્વારા આ વૃક્ષો કાપ તા પહેલા આવા લોકોનો વિચાર પણ કર્યો નથી અને વૃક્ષોને ફટાફટ રાત્રી દરમિયાન નિકંદન કરી રાતોરાત ભરાઈ દેવામાં આવ્યા છે અને તે જગ્યા પર જેસીબી થી સાફ-સફાઈ કરી દેવામાં આવી હતી અને આજે તે સ્થળ પર સભા કરવાના છે
તે સ્થળને વૃક્ષો વગરનું કરી દેવામાં આવ્યું હતું. જ્યારે આ વૃક્ષો કાપ્યા ત્યારે ત્યાંથી નીકળતા લોકો માં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.