
રાજેશ વસાવે :- દાહોદ
પોલીસ 100 કલાક એકશનમાં,325 જેટલા અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી
દાહોદમાં 147 જેટલા ઈસમો સામે પોલીસ કાર્યવાહી: દબાણોનો સફાયો, ભૂતિયા વીજ કનેક્શનો કપાયા..
ઓવરલોડ રેતી ભરેલા 8 વાહનો તેમજ ત્રણ ડીજે ડીટેઇન કરાયા, લાખોના દંડની વસુલાત..
દાહોદ તા.22
અસામાજિક તેમજ ગુંડા તત્વોની સાન ઠેકાણે લાવવા પોલીસ દ્વારા રાજ્યભરમાં ચલાવેલી મુહિમના પગલે દાહોદ જિલ્લા પોલીસ એકશનમાં આવી છે અને 100 કલાક દરમિયાન અલગ અલગ ટીમો બનાવી 325 જેટલા ગુનાહિત પ્રવર્તી ધરાવતા તેમજ અસામાજિક તત્વોની યાદી બનાવી છે. અને એક પછી એક તમામને રાઉન્ડ અપ કરી સમજાઈશની સાથે ચેતવણી પણ આપવામાં આવી રહી છે.
પોલીસે પ્રથમ દિવસે જ ૬૦ જેટલા ઇસમોને બોલાવી અટકાઇતિ પગલા લીધા હતા. જેમાં 10 જેટલા ઇસમોને પાછા તેમજ જેટલા ઈસમોને તડીપાર કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારબાદ સો કલાક દરમિયાન 145 થી વધુ ઇસમોને રાઉન્ડ અપ કર્યા હતા.જેમાં પ્રોહિબિશન, આર્મ એક્ટ હેઠળ, એન.ડી.પી.એસ ખનીજચોરી,મારામારી તેમજ વ્યાજખોરની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમોનો સમાવેશ થાય છે. પોલીસે સુખસર જેસાવાડા લીમખેડા તેમજ દાહોદમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ઓવરલોડ ભરેલા આઠ જેટલા ફરીથી ભરેલા ડમ્પરો જપ્ત કરીશ 16 લાખના દંડની વસુલાત કરી હતી. જ્યારે રળિયા થી વિસ્તારમાં કાચા પાકા રસ્તા પૈકીના 12 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ મામલે એમજીવીસીએલને પણ સામેલ કરતા એમજીવીસીએલ ની ટીમોએ પણ ચકાસણી હાથ ધરી વીજ કનેક્શનનો કાપી લાખોના દંડની વસુલાત કરી હતી. પોલીસે BNS 41 ના નવા કાયદા મુજબ 8 થી 9 લાખ રૂપિયાનું દંડ વસૂલ્યું હતું. આ ઉપરાંત પોલીસે રાત્રિના દસ વાગ્યા બાદ મોટા અવાજથી ડીજે વગાડનાર ઈસમોની ધરપકડ કરી ડીજેને ડીટેઇન કરી 74 લાખ રૂપિયાના દંડ ફટકાર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આ મુહિમ ચાલુ રહેશે. તેમજ લુખ્ખા તત્વો તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમોને કોઈપણ હિસાબે છોડવામાં નહીં આવે તેવી ચેતવણી પોલીસે આપી હતી.
*સાયબર પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બાજનજર રાખશે :- SP ડો. રાજદીપસિંહ ઝાલા..*
તાજેતરમાં કેટલાક યુવાનો અને વટાળ પ્રગતિ ધરાવનાર અસામાજિક તત્વો, instagrams ફેસબુક જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભાઈગીરી તેમજ વૈમનસ્ય ફેલાવનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવનારા ઈસમોના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર સાયબર પોલીસ બાજ નજર રાખશે. આવું કૃત્ય કરનારા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવામાં આવશે.