
સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા સભાખંડમાં યોજાઈ ..
સિંગવડ તા. 28
સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા 28 2 2025 ના રોજ તાલુકા પંચાયત ના સભાખંડમાં યોજવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ ભાઈ વહુનીયા ના અધ્યક્ષ સ્થાને યોજાય હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી ભગોરા તથા તાલુકા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત નો સ્ટાફ હાજર રહ્યો હતો તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સરકારી કર્મચારીઓની ગેરહાજરી જણાઈ હતી તેના લીધે તાલુકા પંચાયત સદસ્યોમાં ચર્ચા નો વિષય બનવા પામ્યો હતો જ્યારે તાલુકા પંચાયતની સામાન્ય સભાના એજન્ડા અઠવાડિયા પહેલા આપવાનું હોય પરંતુ તાલુકા પંચાયતમાંથી ઘણા તાલુકા પંચાયત સદસ્યોને બે થી ત્રણ દિવસ પહેલા જ સામાન્ય સભાનું એજન્ડા આપવામાં આવ્યો હતો જેના લીધે ઘણા તાલુકા પંચાયત સદસ્યોમાં ચર્ચાનો વિષય બન્યો હતો
તાલુકા પંચાયત સામાન્ય સભામાં સિંગાપુર તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ પટેલ દ્વારા કાળીયા રાઈ થી કટારા ની પાલ્લી ને જોડતા નવા ડામર રોડ બનાવવામાં આવ્યો છે તેની બંને સાઈડ ઉપર પુરણ કરવામાં આવ્યું તેમાં મોટા પથ્થરો નાખીને સાઈડો પુરવામાં આવતા વાહનો સામસામે આવી જતા વાહન સાઈડમાં ઉતારતા એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે મોટરસાયકલ સવાર જો મોટરસાયકલ તેની નીચે ઉતારે તો તે એકસીડન્ટ થવાનો ભય રહેશે જ્યારે જે સાઈડો પુરવામાં આવી છે તે પણ બરોબર પૂરવા મા નથી આવી તેની નક્કી કર્યા ધારા ધોરણ મુજબ પૂરવામાં નહીં આવતા તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સિંગવડ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા મનરેગા શાખામાં કર્મચારી હાજર નહીં રહેતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવે છે સાથે જે પણ મનરેગાના કામો કરતા હોય છે તેવા લોકોના રૂપિયા પણ વહેલા છૂટા નહીં થતા હોવાના લીધે લોકો દ્વારા કામ કરેલા હોય તો તેના નાણાં કેવી રીતના આપે તે પણ એક રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સિંગવડ તાલુકા પંચાયત સદસ્યો દ્વારા દોઢ વર્ષ વીતી ગયા છતાં નાણાપંચ ની ગ્રાન્ટ ની વહીવટી આપવામાં આવી નથી તેની પણ રજૂઆત કરવામાં આવી હતી
સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ સિવાય 18 લોકો બેસી નહીં શકે છે શકે છતાં સિંગવડ ની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અપેક્ષિત લોકોની હાજરી જણાવતા કુતુહલ સર્જાઈ હતી જ્યારે આ સામાન્ય સભામાં અધર લોકો બેઠા હતા તો તેમાં કોની જવાબદારી ગણાય)