
રાજેશ વસાવે :- દાહોદ
મહાશિવરાત્રી સ્પેશલ: એક જ રાતમાં નિર્માણ પામેલું બાવકાનું શિવ મંદિર..
સતયુગ દરમિયાન બનાવેલા મંદિર પર દેવી દેવતાઓએ કળિયુગનું વર્ણન કર્યું હતું
ગરબાડા તાલુકામાં આવેલું બાવકાનું શિવ મંદિર દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું
દાહોદ તા.25
ગરબાડા તાલુકામાં આવેલું બાવકા મંદિર એક રાત્રિ દરમ્યાન બનાવામાં આવ્યું હતું. સવાર થતાં મંદિરનું કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ મંદિર અત્યાર સુધી પણ ઉપરથી ખંડિત છે. મંદિરના આસપાસના પીલર પર સતયુગ અને કળિયુગ દર્શાવેલું છે. મંદિરના ઉપરના ભાગના પીલર પર સતયુગનો સમયનું વર્ણન કરેલું છે.
*એક રાત્રિમાં બનાવેલું બાવકાનું શિવ મંદિર.*
જયારે મંદિરના નીચેના પીલર પર કળિયુગનો સમય વર્ણવેલો છે.પૂર્વાભિમુખ એવું આ મંદિર પંચાયતન પ્રકારનું છે, જેમાં એક મુખ્ય મંદિર અને ચાર પેટામંદિરો તેની ચાર ઉપદિશામાં આવેલા હોય છે. રેતીયા પથ્થરો દ્વારા બનાવાયેલું મંદિર હવે ખંડિત અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો તે ધરાવે છે પરંતુ તે મોટું કદ ધરાવે છે. મંદિરનો રંગમંડપ પણ ખંડિત અવસ્થામાં છે. શિખર પરની કોતરણી મિયાણીના મંદિર જેવી જ છે, જેથી તેનો સમય નક્કી કરવામાં મદદ થઇ હતી. તેની મૂર્તિઓ અને કોતરણીઓ પરથી પણ તેનો સમય નક્કી થયો છે.આ મંદિરનું બાંધકામ સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. પુરાતત્વવિદ મધસદન શિલાલેખ સંવત 1290 (ઇ.સ. 1234)નો છે.
ઢાંકી તેને મિયાણીના નીલકંઠ મંદિર સંવત 1260 ઇસ 1204 પછીના સમયનું ગણાવે છે. પરંતુ અહીંથી મળી આવેલો શિલાલેખ વિક્રમ સવંત 1290 ઇસ.1234 નો છે.સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું. કેટલાય વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓની ચોરી પણ થઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક (N-GJ-77) તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ વડે 2009માં તેનું સમારકામ કરાયું હતું.