Wednesday, 02/04/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં તાલુકા,જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ભાજપે કબ્જે કરી, કોંગ્રેસસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો:પાલિકાની ચૂંટણીમાં અપક્ષોએ મેદાન માર્યો.નો સફાયો,આપને જાકારો.

February 18, 2025
        1071
દાહોદ જિલ્લામાં તાલુકા,જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ભાજપે કબ્જે કરી, કોંગ્રેસસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો:પાલિકાની ચૂંટણીમાં અપક્ષોએ મેદાન માર્યો.નો સફાયો,આપને જાકારો.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં તાલુકા,જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ભાજપે કબ્જે કરી, કોંગ્રેસસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો:પાલિકાની ચૂંટણીમાં અપક્ષોએ મેદાન માર્યો.નો સફાયો,આપને જાકારો.

દાહોદ તા.18

દાહોદ જિલ્લામાં તાલુકા,જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ભાજપે કબ્જે કરી, કોંગ્રેસસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો:પાલિકાની ચૂંટણીમાં અપક્ષોએ મેદાન માર્યો.નો સફાયો,આપને જાકારો.

દાહોદ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજરોજ પરિણામ જાહેર થયા હતા જેમાં દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ બે નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમત હાંસલ કરી ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે ગત ચૂંટણીમાં નગરપાલિકાનું બોર્ડ બનાવનાર કોંગ્રેસનો આ વખતે સફાયો થયો હતો. સાથે સાથે મતદારોએ આમ આદમી પાર્ટીને પણ જાકારો આપ્યો હતો. જોકે તાલુકા પંચાયતની છ તેમજ જિલ્લા પંચાયતની એક બેઠકો પર બીજેપી એ જીત હાંસલ કરી હતી. જ્યારે ઝાલોદ અને દેવગઢબારિયા નગરપાલિકામાં અપક્ષો પણ મેદાન મારી ગયા હતા. બીજેપીની ભવ્ય જીત બાદ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આતિશબાજી મનાવી હતી. જ્યારે વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું હતું. 

દાહોદ જિલ્લામાં ગત 16 મી તારીખે ઝાલોદ તાલુકાની કારઠ,ધાવડીયા, લીમખેડાની મોટી બાડીબાર, ગરબાડાની ઝરી બુઝુર્ગ,ધાનપુરની નાકટી તેમજ દાહોદની નગરાળા સહિત પાંચ તાલુકા પંચાયતની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી.તેમજ ધાનપુર ની પીપેરો જિલ્લા પંચાયત સીટ પર ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત ઝાલોદ નગરપાલિકામાં સમાવિષ્ટ 7 વોર્ડમાં 28 બેઠકો માટે 108 ઉમેદવારોએ દાવેદારી કરતા ચૂંટણી યોજાઈ હતી.જ્યારે દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં 24 બેઠકો પર 80 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. ઉપરોક્ત બંને નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં આજરોજ પરિણામ જાહેર થતાં બંને નગરપાલિકામાં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીતનો પરચમ લહેરાવ્યો છે. દેવગઢ બારીયા નગરપાલિકામાં પરિણામ જાહેર થયા બાદ 13 બેઠકો ઉપર બીજેપી, ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ જ્યારે આઠ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો મેદાન મારી ગયા હતા. જ્યારે ઝાલોદ નગરપાલિકામાં 17 બેઠકો પર ભાજપ તેમજ 11 બેઠકો ઉપર અપક્ષોએ જીત હાસલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત નગરપાલિકાની ચૂંટણીમાં દેવગઢબારિયા અને ઝાલોદમાં કોંગ્રેસે નગરપાલિકાનું બોર્ડ બનાવ્યું હતું. જેમાં પાછળથી સુધરાઈ સભ્યો ભાજપમાં ભળી જતા ભાજપ સત્તામાં આવી હતી. એટલે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડા સાફ થયો હતો. જ્યારે AAp પાર્ટીને મતદારોએ જાકારો આપ્યો હતો. છેલ્લા બે વર્ષથી વહીવટદાર દ્વારા ચાલતી નગરપાલિકામાં લોકતંત્રનો પર્વ પૂર્ણ થતા હવે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ શાસન કરશે. 

*દાહોદ જિલ્લામાં સક્ષમ નેતૃત્વના અભાવે કોંગ્રેસનો સફાયો, AAP ને જાકારો..*

 જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને ખાલી પડેલી તાલુકા પંચાયત અને જિલ્લાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીએ પોતાને હસ્તગત કરી લેતા દાહોદ જિલ્લામાંથી કોંગ્રેસનો ધોવાણ થવા પામ્યો છે.તો આમ આદમી પાર્ટીનો પણ સફાયો થવા પામ્યો છે.દાહોદ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસ સતત સંઘર્ષ કરી રહી છે અને આમ આદમી પાર્ટી એ અંતરિયાળ વિસ્તારમાં ઘૂસી જાય ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કાંટાની ટક્કર આપી હતી અને કોંગ્રેસ ત્રીજા સ્થાને રહેવા પામ્યો હતો. આમ દાહોદ જિલ્લામાં આ માર્ગની પાર્ટી રહી હતી તેવા સમયે પ્રવર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નો સફાયો થવા પામ્યો છે ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી કોંગ્રેસ માટે ઝાલોદ અત્યાર સુધી ઘડ ગણાતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયની જૂથ બંદી અને સક્ષમ નેતાગીરીના અભાવે કોંગ્રેસનું સતત ધોવાણ અને ધોવાણ થતું જોવા મળી રહ્યું છે આમ જિલ્લામાં ફરી એકવાર ભાજપી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!