
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
*ઝાલોદની સરકારી સાયન્સ કોલેજ ખાતે ચૂંટણી સાહિત્ય ડિસ્પેચિંગ, રિસીવિંગ તેમજ મતદાન ગણતરી અંગેની તાલીમ યોજાઈ*
દાહોદ તા. ૧૨
ચૂંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તાલીમ આપવામાં આવી. ઝાલોદની સરકારી સાયન્સ કોલેજ ખાતે ચૂંટણી અધિકારીશ્રી એ. કે. ભાટિયા અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી એસ એમ પરમાર ની અધ્યક્ષતા હેઠળ ચૂંટણી સાહિત્ય ડિસ્પેચિંગ અને રિસેવિંગ તેમજ મતદાન ગણતરી અંગેની તાલીમ યોજાઈ હતી.
જે દરમ્યાન ઉપસ્થિત ચુંટણી કામગીરી ના અધિકારીઓની અને કર્મચારીઓ ને ચૂંટણી અંગેની માહિતી આપવામાં આવી અને ચુંટણી ફરજ દરમિયાન અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સહુને વાકેફ કરવામાં આવેલ હતા તેમજ ચૂંટણી સાહિત્યનું વિતરણ તારીખ 15 શનિવારના રોજ જે તે બુથના ઇન્ચાર્જ કર્મચારીઓને સોપવામાં આવનાર છે અને 16 તારીખના રોજ મતદાન પૂર્ણ થયે શીલબંધ રીતે તેને ફરી રિસીવ કરી તેને જવાબદાર કચેરીએ સંપૂર્ણ સુરક્ષા સાથે સોપવાની જવાબદારી આપવામાં આવી હતી.
એ સાથે 18 તારીખે મતદાન ગણતરી સમયે જવાબદાર તંત્ર દ્વારા ખરાઈ કર્યા બાદ દરેક ઈ.વી.એમ મશીન લઈ મતદાન થયેલ વોટની ગણતરી કરવા અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં વહીવટી તંત્ર હાલ નગરપાલિકા ચુંટણી અને તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી સંદર્ભે સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહેલ છે.
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ ઝાલોદ