
*ધાનપુર તાલુકાના ધાનપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રક્તપિત્ત અંગે જન જાગૃતિ કાર્યકમ યોજાયો*
દાહોદ તા. ૧૨
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.બી.પી.રમનના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં અત્યારે સ્પર્શ લેપ્રસી અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત ધાનપુર ખાતે સ્પર્શ લેપ્રસી અવેરનેસ અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાછવાના સ્ટાફ, RBSK ટીમ, લેપ્રસી, ટી.બી. મેલેરીયા, સુપરવાઈઝર, સિકલસેલ, એચ.આઈ.વી. કાઉન્સેલર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોગ્રામ નિમિતે આરોગ્ય વિભાગ દ્વારા સ્પર્શ લેપ્રસી અવરેનેસ કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તારીખ ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી લેપ્રસી, ટી.બી., મેલેરિયા, સિકલસેલ, એચ.આઈ.વી. વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય તે માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ અને ગામની અંદર પ્રચાર -પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને વન ટુ વન માહિતી આપવામા આવી હતી. જેથી કરીને લોકો સ્પર્શ લેપ્રસી અવેરનેસ વિશે વધુ જાણકારી મેળવી ને જાગૃત થાય.
૦૦૦