ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાની પાદેડી અડોર ગામે પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરીત હાલતમાં ..
વિદ્યાર્થીઓ ખુલ્લા સેડમા અભ્યાસ કરે છે સૌ ભણે સૌ આગળ વધે
સંતરામપુર તા. ૨૧
રાજ્ય સરકારનો સૂત્ર પરંતુ સૌ ભણે ઓરડા વગર ભણે ખુલ્લા શેડમાં ભણે ધોરણ 1 થી 5 ની વર્ગ અડોર પ્રાથમિક શાળા છેલ્લા પાંચ વર્ષથી કંડમ બની ગયેલી અને તમામ રૂમો બિસ્માર હાલતમાં જોવા મળી આવેલા છે પ્રાથમિક શાળાના ઓરડાના છત ઉપરથી પોપડા ઉકડી ગયેલા અને સળિયા પણ બહાર જોવા મળી આવેલા છે ચારેબ આખો સ્લેબ નમી ગયેલો પણ જોવા મળી આવેલો છે ચોમાસા દરમિયાન શાળાના છત ઉપર પ્લાસ્ટિક મારીને બાળકોને બેસાડવા પડતા હોય છે જ્યારે અત્યારની પરિસ્થિતિમાં અંદાજિત એક થી પાંચ ના 40 જેટલા બાળકો અલગ અલગ વર્ગના બદલે એક સાથે ભેગા મળીને તમામ બાળકોને શિક્ષણ આપવા મજબૂર બનેલા છે ઓરડાના અભાવે તમામ બાળકોને ભેગા બેસાડવા પડે છે અને રૂમનો અભાવ જોવા મળી આવેલો છે અલગ અલગ ધોરણ નવ અને વિષયનો શિક્ષણ પણ આપી શકાતું નથી આવી ઠંડીમાં પતરા નો સેડ મારીને ખુલ્લામાં બેસાડવા પડતા હોય છે.