રાજસ્થાનના ડુંગરપુરમાં ચોરીના ચાર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને જેસાવાડા પોલીસે દબોચ્યો..
દાહોદ તા.21
જેસાવાડા પોલીસે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના ધમ્બોલા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ચાર ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો.
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એમપી પરમાર તેમજ પોલીસ સ્ટાફના માણસો જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાહુલસીહ્ નવલસિંહ પરમારને બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુર ના ધમ્બોલા પોલીસ ઘર પર ચોરીના ચાર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી રમેશભાઈ મંગળાભાઈ સોલંકી જે આંબલી ફળીયા ખાતે તેના ઘરે આવેલ છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવે અને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે જેસાવાડા પોલીસે આગળ પણ અનેક રીઢા ગુનેગારોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.