દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા તેમજ શારદા ગામે એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા સંબંધિત તંત્રની ટીમને પુનઃ એકવાર ગ્રામજનોનો વિરોધનો સામનો કરવો પડ્યો છે
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા તેમજ શારદા ગામે એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા સંબંધિત તંત્રની ટીમને પુનઃ એકવાર ગ્રામજનોનો વિરોધનો સામનો કરવો પડ્યો છે. એરપોર્ટની જમીન માટે સર્વે કરવા પહોંચેલા જવાબદાર તંત્રના અધિકારીઓની આ કામગીરીનો આ ગામના ખેડુતો દ્વારા એરપોર્ટના સર્વેનો ભારે વિરોધ દર્શાવી આગામી દિવસોમાં જાે પોતાની અથવા તો જંગલની જમીનો જશે તો ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ ગામના ખેડુતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ઝાલોદ તાલુકામાં એક તરફ દિલ્હી-મુંબઈ કોરીડોર મામલાનો વિરોધ થંભી રહ્યો નથી ત્યા તો ઝાલોદ તાલુકામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એરપોર્ટ બનાવવાની જાહેરાત સાથે ઝાલોદના ટાઢાગોળા તેમજ શારદા ગામના ખેડુતો દ્વારા આ એરપોર્ટના સર્વેની કામગીરીનો અત્યારથીજ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ટાઢાગોળા ગામે જઈ રૂબરૂ ગામના ખેડુતો સાથે મીટીંગ યોજી હતી અને જંગલની જમીનોનો એરપોર્ટની કામગીરીમાં સર્વે કરવામાં આવશે તેવી ખેડુતોની બાંહેધરી પણ આપવામાં આવી હતી ત્યારબાદ ખેડુતો દ્વારા ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાને આવેદનપત્ર પણ આપી આ એરપોર્ટના સર્વેનો વિરોધ નોંધાંવ્યો હતો અને ધારાસભ્યએ પણ ખેડુતોની સાથે ઉભા હોવાનું આશ્વાસન આપ્યું હતું ત્યારે આજરોજ પુનઃ એકવાર એરપોર્ટના સર્વેની કામગીરી કરવા પહોંચેલા સંબંધીત તંત્રના અધિકારીઓએ પોલીસને સાથે રાખી ઝાલોદના ટાઢાગોળા તેમજ શારદા ગામે એરપોર્ટ માટે જમીનનો સર્વે કરવા પહોંચ્યાં હતાં. જ્યાં ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, પોતાની માલિકી તેમજ જંગલની એક ઈંચ જમીન પણ એરપોર્ટ માટે આપવા માંગતા ન હોવાનું અહીંના ખેડુતો દ્વારા જણાવાયું છે. એરપોર્ટની કામગીરીમાં જાે પોતાની જમીનો જશે તો પોતે આજીવીકા તેમજ રોજીરોટી વિહોણા થઈ જશે તેવું પણ અહીંના ખેડુતો દ્વારા જણાવ્યું હતું. આવનાર દિવસોમાં જાેઈ એરપોર્ટની કામગીરીને રદ્દ કરવામાં નહીં આવે તો ખેડુતો ગાંધી ચિન્ધ્યા માર્ગે જઈ વિરોધ કરશે, તેમ પણ ખેડુતો દ્વારા જણાવ્યું હતું.
———————————————-