રાજેશ વસાવે :- દાહોદ
દિલ્હી મુંબઈ કોરિડોર બાદ એરપોર્ટ મુદ્દે વિવાદ: ખેડૂતો આદિવાસીઓની આંદોલનની ચીમકી..
દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટનો ખેડૂતોએ વિરોધ કરી અન્ય જગ્યાએ બનાવવા કલેક્ટર પાસે માંગ કરી..
દાહોદ તા. ૨
સ્માર્ટ સિટી દાહોદ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોરમાં 16 ગામોના ખેડૂતો પ્રાથમિક સુવિધાઓના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. તંત્ર સામે રજૂઆત અને આંદોલન કરવા માટે પિંકી ઉચારી રહ્યા છે તેવા સંજોગોમાં તાજેતરમાં દાહોદના ટાઢાગોળામાં તંત્ર દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ માટે સર્વે કામગીરી હાથ ધરતા ટાઢા ગોળા સહિત ચાર ગામોમાં ભારે વિરોધ વંટોળ ઊભો થવા પામ્યો છે. ઉપરોક્ત ચાર ગામના ખેડૂતો આજરોજ કલેકટરને આવેદન આપી ડોમેસ્ટિક એરપોર્ટ અન્ય જગ્યાએ ખસેડવા માટે માંગ કરતા નજરે પડ્યા હતા.
દાહોદને સ્માર્ટ સીટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત શહેરની સાથે હવે ગ્રામ્ય વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યું છે એકબાજુ દિલ્હી મુંબઈ કોરીડોર એક્સપ્રેસ હાઇવેના વિરોધ વચ્ચે હવે ખેડુતો મૂળભૂત સુવિધાઓ મેળવવા તંત્ર પાસે માંગણીઓ કરી મિટિંગો યોજી રહ્યા છે અને જો મૂળભૂત સુવિધાઓ પુરી પાડવામાં તંત્ર ઢીલું પડે તેવા સમયે કોરીડોર હાઇવેનું કામ બંધ કરાવવા માટેનું આગોતરું આયોજન અસરગ્રસ્ત ખેડૂતોએ કરી દીધું છે કોરીડોર હાઇવેનો વિરોધ થમવાનું નામ નથી લેતો તેવા સમયે હવે તેજ વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ સર્વેની કામગીરીથી ખેડુતો રોષે ભરાયા છે તેમને ડર સતાવી રહ્યો છે કે કોરીડોરમાં તો જમીનો આપી દીધી છે હવે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનો છીનવાય જશે તેવા ડર સાથે ઝાલોદ તાલુકાના ટાઢાગોલા ગુલતોરા છાયણ અને શારદા ગામના ખેડુતો તંત્રને અનેકોવાર આવેદન પાઠવી ચેતવણીઓ આપી રહ્યા છે જેમાં જિલ્લા કલેક્ટર દ્રારા પણ ડોમેસ્ટિક એરપોર્ટની સર્વે જમીનની માપણી હાથ ધરવામાં આવી હતી જેમાં પણ કલેક્ટર દ્રારા ખેડૂતોને આશ્વાશન આપવામાં આવ્યું હતુંકે જંગલની જમીનનો વધુ પડતે ઉપયોગ કરાશે જરૂર પડશે તો ખેડૂતોની જમીન ઓછામાં ઓછી લઈશું તેવું આશ્વાશન આપવામાં આવ્યું હતું પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનો છીનવાય ન જાય તે માટે તંત્રના અધિકારીઓ પાસે ખેડુતો માંગણીઓ અને આવેદનો લઈને રજુઆતો કરવા આવી રહ્યા છે આજરોજ ઝાલોદ તાલુકાના ચાર ગામના ખેડૂતોએ ભેગા મળી છાપરી સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવ્યું હતુંકે ડોમેસ્ટીક એરપોર્ટ બનાવવા માટે હાલ થોડા દિવસ અગાઉ ટાઢાગોળા, શારદા, ગુલતોરા, છાયણ, અને કાળીગામગુર્જર ખાતે તંત્ર દ્રારા જે સર્વે કરવામાં આવયુ હતું તે ગામોમાં જંગલની જમીનને બાદ કરતાં જે જમીનો આવેલી છે. તે અમારા પોતાની માલીકીની વડીલો પાર્જીત જમીન છે.અમે આદી અનાદી કાળથી વસવાટ કરતા આદિવાસીઓ છે અને વારસાગત રીતે મળેલી અમારી ખાનગી જમીન છે. અને તે જમીન આદિવાસી ખેડુતોના બંધારણીય હકક અનુસાર ખેડુતની સંમતિ વગર તે જમીનમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહી.કે વિકાસના નામે હસ્તગત કરી શકાય નહી. તેમ છતાં સરકાર ધ્વારા આદિવાસીઓના હકક અને અધિકારની ઉપરવટ જઈ મનસ્વી રીતે અમારી આદિવાસી ખેડુતોની જમીનનું સંપાદન કરીને ડોમેસ્ટીક એરપોર્ટ બનાવવા જે સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. તે અંગે એરપોર્ટ લગાવવાની તજવીજ કરવામાં આવેલી છે. અને તેના કારણે તે વિસ્તારનાં આદિવાસી ખેડુતો સખત, વિરોધ કરી રહ્યા છે. તેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચિમકી પણ ઉચ્ચારી છે કે જો પંદર દિવસની અંદર આ ડોમેસ્ટીક એરપોર્ટ અમારા ગામોમાંથી રદ કરો અને અન્ય જંગલની જમીનમાં બનાવવામાં આવશે તેવી જાહેર કરવામાં નહી આવે તો દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓને એક કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉપચારવામાં આવી હતી