રાહુલ ગારી :- ગરબાડા
વન્ય પ્રાણી માનવ વસાહતમાં આવી હુમલા કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ:દીપડાને પાંજરે પુરવા માંગ
ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે પતિ પત્ની ઉપર દીપડાનો હુમલો હુમલામાં પતિ પત્ની ઘાયલ…
દાહોદ તા.29
ગરબાડા તાલુકાના પાંદડીમાં ખેતરમાં કામ કરવા જઈ રહેલા દંપતિ પર રસ્તામાં વન્યપ્રાણી દીપડાએ ઓચિંતો હુમલો કરતા દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા બંને પતિ પત્નીને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે વન્યપ્રાણી દીપડાના હુમલાના બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગરબાડા તાલુકાના પાદડી ગામના ગુદરાં ફળિયામાં રહેતા સેવાભાઈ પરમાર તેમજ તેમની પત્ની ભુરીબેન પરમાર તેમના આંબાવાડી વાળા ખેતરે ખેતી કામ કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતા ભુરીબેનને ડાબા હાથના ભાગે દીપડાએ પંજો મારતા ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ સેવા ભાઈને પગના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ દીપડાએ હુમલો કર્યાની જાણ આજુબાજુના લોકોને થતા લોકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ઈજાગ્રસ્ત ભુરીબેન તેમજ સેવાભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આ બનાવની જાણ વન વિભાગને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતે R.F.O એમ.એલ. બારીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે જે જગ્યાએ દીપડાએ હુમલો કર્યો છે તેને સ્થળ તપાસ કરવામાં આવી છે અને દીપડાને લઈને આગળની કાર્યવાહી વન વિભાગની ટીમે હાથ ધરી છે.