રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બાઇકસવારને રખડતા ઢોરે અડફેટે લેતાં પટકાયેલા વૃદ્ધ પર પાછળ આવતા ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા મોત..
દાહોદ તા.29
દાહોદ શહેરમાં રખડતા પશુઓના આતંકને પગલે ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ રહેલા એક 60 વર્ષિય વૃધ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં શહેરના સ્ટેશન રોડ તરફ 60 વર્ષીય વૃધ્ધ ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે જાહેર માર્ગ પર અડીંગો જમાવી બેસેલ પશુઓના દોડાદોડીના દ્રશ્યોમાં 60 વર્ષિય વૃધ્ધની ટુ વ્હીલર ગાડીને પશુની ટક્કર વાગતાં વૃધ્ધ ટુ વ્હીલર ગાડી સાથે પાસેથી પસાર થઈ રહેલ એક ટ્રેક્ટરને અથડાયા હતાં. અને વૃધ્ધ ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં 60 વર્ષિય વૃધ્ધને સારવાર મળે તે પહેલાજ તેમનું સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક જાણવા મળેલ
દાહોદ શહેરમાં આજે શુક્રવારના રોજ એક અજીબો ગરીબ ઘટના બની છે. શહેરના સ્ટેશન રોડ ઉપર સ્વામિ વિવેકાનંદ સર્કલ પાસે બપોરના 12 કલાકના અરશામાં શહેરની બુરહાની સોસાયટીમાં રહેતા જૈનુદ્દીનભાઈ લીમડીવાલા પોતાની એક્ટિવા લઈ અને બસ સ્ટેશન તરફ જતાં હતા તે સમયે અચાનક એક ગાય અચાનક નીરામય હોસ્પીટલની ગલીમાંથી દોડતી આવી અને ટક્કર મારી હતી. ટક્કર મારતાં જૈનુદ્દીનભાઈ બાજુમાંથી પસાર થતા રેતિ ભરેલા ટ્રેકટરની અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતાં વિસ્તારમાં દોડધામ સાથે હાહાકાર મચી ગયો હતો. આ ઘટના બનતા મૃત્તકના સગાસંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ૧૦૮ પણ આવી જતાં મૃત્તકને લઈ અને દવાખાને દોડી ગયા હતા પરંતુ જૈનુદ્દીનભાઈનો બચાવ થઈ શકયો ન હતો ઘટના પગલે દાહોદ એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ નગરપાલીકા ઢોર ડબ્બો બનાવે તેવી લોકમાંગ ઊઠી..
દાહોદ શહેરમાં રખડતાં ઢોરોના ઘણો મોટો ત્રાસ છે આ ઢોરોના માલિકો તેમના જાનવરોને શહેરમાં છુટ્ટા મુકી દે છે અને આ ઢોરો જાહેર રસ્તાઓ ઉપર રખડતા રહે છે અને ભુતકાળમાંય કેટલાય લોકોને અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત બન્યા છે. પરંતુ દાહોદ નગરપાલિકા કે તંત્ર આ બાબતની ગંભીરતાને ન સમજી અને આ રખડતાં ઢોરોને પકડવામાં આવતાં નથી અને શહેરમાં આવા ઢોરોને રાખવા માટે કોઈ ઢોર ડબ્બો પણ નથી ત્યારે આજની ઘટનામાં રખડતાં ઢોરના કારણે એકનું મોત નીપજ્યું છે ત્યારે આવી ઘટના બાદ પણ તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવી ખુબ જ જરૂરી છે. અને આવા રખડતાં ઢોરોને પકડી પાંજરે પુરવા જોઈએ અને જેમના પણ ઢોર હોય તે માલિકોને દંડ ફટકારવો જોઈએ જેથી કરીને આવનાર સમયમાં આવી ઘટનાઓમાં મહત્તમ ઘટાડો થઈ શકે તેમ છે.