રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી: પોલિસ પ્રજાની રક્ષક છે કહેવત સાર્થક કરી..
નેશનલ હાઇવે પર રસ્તા પર કણસતી પ્રસુતા મહિલાને PCR સમયસર હોસ્પિટલ પહોંચાડી માનવતા મહેકાવી…
દાહોદ તા. ૨૯
દાહોદ નજીક નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં નીકળેલી દાહોદ ગ્રામ્ય પોલીસની ટીમે રસ્તામાં પ્રસવની પીડાથી કણસતી મહિલાને ગણતરીની મિનિટોમાં પોલીસની PCR વાનમાં બેસાડી સરકારી હોસ્પિટલમાં સમયસર પહોંચાડી સફળ ડિલિવરી કરાવી હતી. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી.બસમાં ટ્રાવેલ કરતી આ પ્રસુતિ મહિલાને રસ્તામાં કણસતી જોઈ પોલીસે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડી પોલીસ પ્રજાનું રક્ષક છે આજે સૂત્રને સાર્થક કર્યો હતો સાથે માનવતાનો ધર્મ પણ નિભાવ્યો હતો..
મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના કેળાવદનો ઉમેદ ડામોર તેની પત્ની જોડે બસમાં પ્રવાસ કરી રહ્યો હતો તે સમયે તેની પત્નીને પ્રસવની પીડા ઉપડતા ચાલાકે બસને દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં નેશનલ હાઇવે પર ઉભી રાખી 108 ઇમરજન્સીને ફોન કર્યો હતો. કોઈક કારણોસર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને આવવામાં વિલંબ થયો હતો આ દરમિયાન દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની પીસીઆર વાન નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે બસની બહાર ભીડને જોઈ પીસીઆર વાનના ચાલક રાજુભાઈ ભરવાડ તેમજ સાવિત્રીબેન ડીંડોડ તેમજ અન્ય બે થી ત્રણ મહિલા કોન્સ્ટેબલ પીસીઆર વાનમાંથી ઉતરી ભીડ અંગે પૂછતા તેઓની નજર પ્રસવની પીડાથી કણસતી મહિલાને જોઈ પોલીસે એક પળનો વિલંબ કર્યા વગર પ્રસુતા મહિલાને ગણતરીની મિનિટોમાં દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચતા મહિલાની સમયસર ડીલેવરી થતાં તેને બાળકને જન્મ આપ્યો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરી જોનારા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.સાથે સાથે પોલીસે મહિલાની ખરા સમયે મદદ કરી પોલીસ પ્રજાનો રક્ષક છે. તે ઉક્તિ પણ સાર્થક કરી હતી.