
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તાલુકાના નાની લછેલીમાં ચૂંટણીની અદાવતે ચાર લોકોએ મકાનમાં તોડફોડ કરી ધીંગાણુ મચાવ્યું :એક મહિલા સહિત બે વ્યક્તિઓને ફટકાર્યા
દાહોદ તા.૨૭
દાહોદ તાલુકાના નાની લછેલી ગામે ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધી ચાર જણાએ ભેગા મળી એક મહિલા સહિત બે જણાને માર મારી ઘરમાં તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૨૬મી ડિસેમ્બરના રોજ નાની લછેલી ગામે રહેતાં પ્રકાશભાઈ કનુભાઈ માવી, દિનેશભાઈ માવી, રાજુભાઈ માવી અને માજુભાઈ માવીનાઓએ એકસંપ થઈ ગામમાં રહેતાં શાંન્તાબેન માવીના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, ચુંટણીમાં અમો જીતી ગયાં છીએ, હવે તમારાથી થાય તે કરી લેજાે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પથ્થર મારો કરી મીહીયાભાઈ તથા રમીકાબેનને ઈજા પહોંચાડી ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે શાંન્તાબેન માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-