રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના નકલી NA કૌભાંડની કમઠાણ
અત્યાર સુધીમાં કુલ 7 એફ.આઈ.આર.માં 97 સામે ગુનો દાખલ
24 ની ધરપકડ કરાઈ, બે ના જામીન પર છુટકારો..
દાહોદ તા. 26
દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં શંકાસ્પદ તરીકે જાહેર કરાયેલા સર્વે નંબરોમાં કલેકટર દ્વારા રચના કરાયેલી રેવન્યુ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ તપાસ નો સમગ્ર અહેવાલ પોલીસને જમા કરતા ઉપરોક્ત પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ તરીકે જાહેર કરાયેલા 197 સર્વે નંબરોમાં 7 જુદી જુદી ફરિયાદોમાં કુલ 119 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસ તપાસ દરમિયાન જુદા-જુદા સર્વે નંબરોમાં મિલકત ધારકોનું નામ રિપીટેશન થતા પોલીસ દ્વારા બાઈપરકેશન કરતા અત્યાર સુધીમાં કુલ 97 ઇસમો સામે ગુના નોંધાયો છે.જેમાં કુલ 24 જેટલા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે બે ઈસમોને કોર્ટમાંથી જામીન મળ્યા છે. જ્યારે બાકી બચેલા ઇસમો હાલ પકડવાના બાકી છે.જોકે કેટલાક ઇસમો પોલીસ કાર્યવાહીથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અત્યાર સુધીની નોંધાયેલી ફરિયાદોમાં કેટલાક લોકો મૃત્યુ પામેલા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે કેટલીક મહિલાઓના નામ પણ નકલી NA પ્રકરણમાં ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમગ્ર દાહોદ સહિત ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર નકલી NA પ્રકરણ જેમાં શરૂઆતના તબક્કાથી જ માસ ઓર્ગેનાઈઝ ક્રાઇમ ગણાતા આ જમીન કૌભાંડમાં વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ નકલી NA પ્રકરણમાં સન 2000 થી આજ દિન સુધી, બિનખેતીના હુકમો તેમજ 73 એના હુકમોની ખરાઈ કરતા 9,500 પ્રોપર્ટી કાર્ડ માંથી અધધ કરી શકાય તેમ 219 જેટલા શંકાસ્પદ સર્વે નંબરો જાહેર કરવામાં આવ્યા હતાં. ઉપરોક્ત સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે ખોટી એન્ટ્રી પડાવી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરી બીજા બાજુએ 4000 કરતા વધુ મિલકત ધારકો કે પ્રોપર્ટી કાર્ડ ધારકોને છેતરી એકબીજાના મેળાપીપળામાં જમીન કૌભાંડ આચરી હોવાનું સામે આવ્યો હતો જોકે પોલીસ તપાસ દરમિયાન કેટલાક સર્વે નંબરો રીપીટેશનમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમિયાન કોઈ લીટીકેશન ઉપસ્થિત ન થાય તે માટે કલેકટર દ્વારા SDM ના વડપણ હેઠળ સમિતિની રચના કરી હતી જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ને સામેલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત ટીમો દ્વારા રીવેન્યુ રાહે તલસ્પર્શી તપાસ હાથ ધરતા કુલ 197 સર્વે નંબરમાં બોગસ હુકમોના આધારે સરકારના પ્રીમિયમની ચોરી કરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.જે બાદ પોલીસ દ્રારા તબક્કાવાર 7 જુદી જુદી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જેમાં શરૂઆતમાં 119 લોકો સામે ગુનો દાખલ થયા હતા. પરંતુ કેટલાક નામો અન્ય સર્વે નંબરોમાં રિપીટેશન થતા હોવાથી બાઈપરગેશનના અંતે 97 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં કલેકટરના બોગસ હુકમમાં 13 ઇસમો, સીટી સર્વેમાં 8, SDM માં 6, તેમજ તાલુકા પંચાયતમાં 70 આરોપીઓ નો સમાવેશ થયો હતો.
*શંકાસ્પદ સરવે નંબરોમાં એક ડઝન કરતા વધુ મરણ પામ્યા: પોલીસ ફરિયાદમાં મહિલાઓનો આરોપી તરીકે સમાવેશ.*
શંકાસ્પદ સર્વે નંબરોમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલ બાદ પોલીસ તપાસ દરમિયાન 17 ઇસમો મરણ પામ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે જમીન કૌભાંડમાં 19 મહિલાઓના નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.એટલું જ નહીં રેવન્યું ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ તપાસ દરમિયાન અગાઉ શંકાસ્પદ તરીકે જાહેર કરાયેલા કેટલાક સર્વે નંબરમાં રેકર્ડ ખરાઈના અંતે સાચા તરીકે સામે આવ્યા હોવાનુ જાણવા મળે છે.
*રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા કર્મચારીઓના નિવેદનો લખાવવા નોટિસથી એ ડિવિઝન પોલીસ મથક ધમધમતું રહ્યું.*
જમીન કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી હસ્તકના શંકાસ્પદ સર્વે નંબરો પૈકી સીટના અહેવાલ બાદ વધુ 46 નંબરો અગાઉ નોંધાયેલી FIR માં પુરવણી તરીકે નોંધાતા તેમજ આવા 46 ઈસમોને અને તે સાથે સંકળાયેલા કેટલાક સરકારી ઓફિસરોને તપાસ અધિકારી દ્વારા નોટિસ પાઠવતા આજે પુન:એકવાર પોલીસ સ્ટેશન ખાતે ધમધમાટ જોવા મળ્યો હતો તાલુકા પંચાયત સહિત રેવન્યુ ખાતાના કેટલાક કર્મચારીઓ નોટિસને આધારે પોતાના જવાબો લખાવવા માટે પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે નજરે પડ્યા હતા એક તરફ સ્કુટીની કરતી એસ.આઈ.ટીએ ઝીણવટભરી તપાસના અંતે સોંપેલા અહેવાલ મુજબ લગભગ તમામ નંબરો શંકાસ્પદની યાદીમાં આવી જવા પામ્યા છે.ત્યારે હવે પોલીસની તપાસ કઈ દિશામાં અને કોણે અસરકારક નિવડશે તે જોવું રહ્યું બાકી રહેલા ઈસમો અને સરકારી અધિકારીઓની તપાસના અંતે હજુ કેટલી ધરપકડો થશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હજુ પણ દાહોદ ખાતે નકલી એને કૌભાંડ ચર્ચાની એરણે રહેવા પામ્યું છે.