Friday, 06/12/2024
Dark Mode

સાઇબર પોલીસને મળી સફળતા: બલ્કમાં મેમ્બર બનાવી રૂપિયા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ. દાહોદમાં સોશિયલ મીડિયામાં કાલથી એપ્લિકેશનમાં રોકાણ કરી એકના ડબલ ત્રીપલ કરાવવાની લાલચ આપી ઠગાઈ કરતો મિસ્ટર નટવરલાલ પકડાયો.

November 28, 2024
        4919
સાઇબર પોલીસને મળી સફળતા: બલ્કમાં મેમ્બર બનાવી રૂપિયા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ.  દાહોદમાં સોશિયલ મીડિયામાં કાલથી એપ્લિકેશનમાં રોકાણ કરી એકના ડબલ ત્રીપલ કરાવવાની લાલચ આપી ઠગાઈ કરતો મિસ્ટર નટવરલાલ પકડાયો.

રાજેશ વસાવે :- દાહોદ 

સાઇબર પોલીસને મળી સફળતા: બલ્કમાં મેમ્બર બનાવી રૂપિયા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ.

દાહોદમાં સોશિયલ મીડિયામાં કાલથી એપ્લિકેશનમાં રોકાણ કરી એકના ડબલ ત્રીપલ કરાવવાની લાલચ આપી ઠગાઈ કરતો મિસ્ટર નટવરલાલ પકડાયો.

દાહોદ તા.28

સોશિયલ મીડિયામાં ચાલતી ઓનલાઈન એપલીકેશનમાં રોકાણ કરી એકના ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકીના એક ઠગને સાઇબર ક્રાઇમ પોલિસે ગોધરા ખાતેથી ઝડપી જેલભેગો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો વધતા જાય છે. અવનવી ટેકનોલોજી અજમાવી સોશિયલ મીડિયાના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લોકો સાથે ઠગાઈ કરતી ટોળકી પૈકી ગોધરાના કાકણપુર રામપુરાના લક્ષ્મણ પરમાર નામના ઠગે દાહોદના એક વ્યક્તિને રીમોવા તેમજ આર.સી. એપ્લિકેશનમાં રોકાણ કરી વીસ દિવસમાં ડબલ ત્રીપલ તેમજ ચાર ગણા વળતર અપાવાની લાલચ આપી એક લાખ રૂપિયા ખંખેરી લીધા હતાં. જે બાદ ઉપરોક્ત તમામ પરત ન મળતા આખરે ઠગાઈ નો ભોગ બનેલા દાહોદના પીડીતે સાઈબર ક્રાઇમમાં ગુનો દાખલ કરાવ્યો હતો જે અનુસંધાને દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શનમા સાયબર ક્રાઇમના પીઆઇ દિગ્વિજયસિંહ પઢીયાર તેમજ તેમને ટીમે ટેકનિકલ સોર્સના મદદથી ઉપરોક્ત ઠગને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી ઉપરોક્ત એપ્લિકેશનમાં તપાસ હાથ ધરતા ઉપરોક્ત ઠગે અંદાજે 28 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ પકડાયેલો ઠગ સાયબર ક્રાઇમ કરતી ઓર્ગેનાઈઝેશન નો એકમાત્ર લોકલ પ્યાદો હતો. જે લોકલ કનેક્ટિવિટી કરીને લોકોને એપ્લિકેશનમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરતો હતો. તેમજ મેમ્બર બનાવી એક ચેન મુજબ સાયબર ક્રાઇમના અંજામ આપતો હતો. હાલ પોલીસે ઉપરોક્ત ઠગને ઝડપી તે કઈ ગેંગ સાથે સંકળાયેલો છે. તે અંગેની તપાસ કરવા માટે ટકરો ગતિમાન કર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!