રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકામાં MGVCLની ટીમનું ચેકિંગ 75 જગ્યાએ વીજચોરી ઝડપી. 13,00,000 રૂપિયાની વસુલાત કરાય.
ગુલબાર , સીમળીયા ,મંડોર, દાદુર જેસાવાડા અને ઊંડાર જેવા વિસ્તારમાં MGVCLની ટીમે ધામા નાખ્યા
ગરબાડા તા. ૨૩
MGVCl અને દાહોદની ટીમે દાહોદ જિલ્લામાં શુક્રવારેનાં રોજ માસ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું વિજિલન્સની 25 અને સબ ડિવિઝન ની 11 ટીમોએ નિવૃત્ત આર્મી અને પોલીસ સાથે રાખી ગરબાડા તાલુકામાં વીજ ઝડપી પાડવા ચેકિંગ હાથ ધરી હતી જેમાં ગરબાડા તાલુકાના ગુલબાર , સીમળીયા ,મંડોર, દાદુર જેસાવાડા અને ઊંડાર માં મળી કુલ 461 વીજ મીટર ની તપાસ કરવામાં આવી હતી જે માથી ૭૫ સ્થળે વીજ ચોરી ઝડપાતા કનેક્શન કાપી 13,00,000 ની વસુલાત કરવામાં આવી હતી MGVCL ટીમે ઓચિંતો સપાટો બોલાવતા વિજ ચોરી કરનારોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ ગયો હતો.